આદેશ / કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રાલયે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો

The Union Ministry of Road Transport has banned the use of single use plastic

 • એરપોર્ટ્સ અથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)એ વધુ  20 હવાઈ મથકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કરવાની ઘોષણા કરી છે
 • પ્લાસ્ટિકના કપ-ગ્લાસને બદલે કુલ્લ્ડ અને માટીનાં વાસણોનો ઉપયોગ કરવા માટેની સલાહ પણ અપાઈ છે

Divyabhaskar.com

Sep 06, 2019, 07:32 PM IST

યુટિલિટી ડેસ્કઃ કહે છે કે આપણો દેશ ‘પ્લાસ્ટિક બોમ્બ’ પર બેઠો છે. કહેવાનો અર્થ એ કે જમીન-પાણી બધું જ પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગથી પ્રદૂષિત થઈ ચૂક્યું છે. હવે કેન્દ્ર સરકારે સિંગલ યુઝ એટલે કે એક વખત વાપરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. કેન્દ્રિય રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ આદેશ આપ્યા પ્રમાણે માર્ગ પરિવહન મંત્રાલયથી જોડાયેલા તમામ વિભાગો અને ક્ષેત્રોનાં કાર્યાલયોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંત્રાલય તરફથી બુધવારે એક નોટિફિકેશન જાહેર કરીને તાત્કાલિક અસરથી આ પ્રતિબંધ લાદવાનો આદેશ કરાયો છે. આ આદેશમાં મંત્રાલય, મંત્રાલયથી જોડાયેલા વિભાગ અને તમામ ક્ષેત્રીય કાર્યાલય, નેશનલ હાઇવે ઓથોરિટિ ઓફ ઈન્ડિયા અને તેનાથી જોડાયેલા તમામ કાર્યાલયોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે અને સાથે જ પ્લાસ્ટિકના કપ-ગ્લાસને બદલે કુલ્લ્ડ અને માટીનાં વાસણોનો ઉપયોગ કરવા માટેની સલાહ પણ અપાઈ છે.

આ વિભાગોમાં આદેશ આપવામાં આવ્યો છે

 • સડક પરિવહન મંત્રાલયનાં તમામ કાર્યાલય અને કર્મચારી
 • મંત્રાલય સાથે જોડાયેલાં તમામ ક્ષેત્રીય કાર્યાલય
 • નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા
 • રાષ્ટ્રીય રાજમાર્ગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નિગમ લિમિટેડ
 • ઇન્ડિયન અકેડમી ઓફ હાઈવે એન્જિનિયર્સ
 • ઇન્ડિયન રોડ કોંગ્રેસ
 • માર્ગ પરિવહન મંત્રાલયના હેઠળ સંચાલિત તમામ કેફે અને કેન્ટીન


મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેઅર્સે પહેલાં જ બેન લગાવ્યો છે
કન્ઝ્યુમર અફેઅર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન વિભાગના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે, '15 સપ્ટેમ્બર 2019થી તેમના મંત્રાલય અને મંત્રાલયની તમામ કંપનીઓમાં કોઈ પણ પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થાય. આ બેનનો નિયમ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પણ લાગુ પડશે.’

એરપોર્ટ્સ અથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)એ વધુ 20 હવાઈ મથકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કરવાની ઘોષણા કરી છે. AAIએ જણાવ્યું કે તેના હેઠળ આવતા કુલ 55 હવાઈ મથકો પર સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થઈ ગયા છે. કેટલાક અન્ય સરકારી વિભાગોએ પણ 2 ઓકટોબરથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર રોક લગાવવા માટે ઘોષણા કરી છે

2 ઓક્ટોબરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું લક્ષ્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી આપેલા ભાષણમાં દેશના લોકોને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરવા માટેનો આગ્રહ કર્યો હતો. તેમણે દેશના લોકોને 2ઓકટોબરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવા માટે જણાવ્યું હતું.

X
The Union Ministry of Road Transport has banned the use of single use plastic
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી