- Gujarati News
- Utility
- The Union Ministry Of Education And NCERT Have Launched An Online Essay Competition, Which Can Be Applied Till August 14.
ઓનલાઈન કોમ્પિટિશન:કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને NCERTએ ઓનલાઈન નિબંધ સ્પર્ધા શરૂ કરી, 14 ઓગસ્ટ સુધી અપ્લાય કરી શકાશે
- આ સ્પર્ધામાં ધોરણ 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે
- ‘આત્મનિર્ભર ભારત-સ્વતંત્ર ભારત’અંતર્ગત વિવિધ વિષયો પર નિબંધ લખી શકાય છે
માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD)એ મેરી સરકાર (Mygov.in) અને NCERTની સાથે મળીને શાળાના વિદ્યાર્થીઓ માટે એક સ્વતંત્રતાના દિવસે ‘આત્મનિર્ભર ભારત-સ્વતંત્ર ભારત’નિબંધ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા ઓનલાઈન યોજાશે, જેના માટે વિદ્યાર્થીઓએ 14 ઓગસ્ટે તેમના નિબંધો મોકલવાના છે.
9થી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે
આ સ્પર્ધામાં ધોરણ 9થી12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. સ્પર્ધાનો વિષય 'આત્મનિર્ભર ભારત - સ્વતંત્ર ભારત' તમામના કલ્યાણ માટે પ્રતિબદ્ધ એક મજબૂત અને સંશક્ત રાષ્ટ્રનો ઉદભવને દર્શાવે છે.
શબ્દોની મર્યાદા
ધોરણ 9-10 માટે નિબંધ 500 શબ્દની મર્યાદાની અંદર હોવા જોઈએ, જ્યારે ધોરણ 11 અને 12 માટે નિબંધ 800 શબ્દની મર્યાદાની અંદર હોવો જોઈએ. ઉમેદવારો માત્ર PDF ફાઈલ ફોર્મેટમાં પોતાના નિબંધ વેબસાઈટ www.mygov.in પર જમા કરાવી શકે છે.
નિબંધ માટે વિષયઃ
- આત્મનિર્ભર ભારતઃ ભારતીય બંધારણ અને લોકશાહી સૌથી મોટા હિમાયતી છે
- 75 પર ભારતઃ રાષ્ટ્ર આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યું છે
- એક ભારત શ્રેષ્ઠ ભારત દ્વારા આત્મનિર્ભર ભારત: વિવિધતામાં એકતા હોય ત્યારે નવીનતા પ્રગટે છે
- આત્મનિર્ભર ભારત માટે ડિજિટલ ઇન્ડિયા: કોરોનામાં તકો
- આત્મનિર્ભર ભારત - શાળાના બાળકો રાષ્ટ્રીય વિકાસમાં કેવી રીતે યોગદાન આપી શકે છે?
- આત્મનિર્ભર ભારત: અગ્રણી લિંગ, જાતિ અને વંશીય પક્ષપાત
- આત્મનિર્ભર ભારત: બાયો-ડાઈવરસિટી અને કૃષિ સમૃદ્ધિ દ્વારા નવા ભારતનું નિર્માણ કરવું
- જ્યારે હું મારા અધિકારોનો ઉપયોગ કરું છું ત્યારે મારે આત્મનિર્ભર ભારતમાં મારી ફરજોનું પાલન કરવાનું ભૂલવું ન જોઈએ
- મારી સંપત્તિ મારી શારીરિક સુખાકારી છે, જે આત્મનિર્ભર ભારત માટે માનવ મૂડીનું નિર્માણ કરશે
- એક આત્મનિર્ભર ભારત માટે બ્લૂ ટૂ ગો ગ્રીનનું સંરક્ષણ કરવું