• Home
  • Utility
  • The toilet door can be closed by foot in the couch, the faucet will also be operated by foot; Copper coated handrails were installed to kill the virus

નવા રેલવે કોચ મહામારીથી બચાવશે / ટ્રેનના કોચમાં હવે ટોયલેટનો દરવાજો અને નળ પગથી ઓપરેટ થશે; વાઈરસનો નાશ કરવા કોપર કોટેડ હેન્ડરેલ્સ લગાવવામાં આવ્યા

The toilet door can be closed by foot in the couch, the faucet will also be operated by foot; Copper coated handrails were installed to kill the virus
X
The toilet door can be closed by foot in the couch, the faucet will also be operated by foot; Copper coated handrails were installed to kill the virus

  • રેલવેએ કોવિડ-19થી બચવા માટે AC અને નોન AC કોચ તૈયાર કર્યા છે
  • એક કોચને તૈયાર કરવામાં અંદાજે 6થી 7 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ થયો

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 04:54 PM IST

ભારતીય રેલવેએ કોવિડ-19 મહામારીના સમયમાં ટ્રાવેલ કરવા માટે નવા કોચ ઈન્ટ્રોડ્યુસ કર્યા છે. તે AC અને નોન AC બંને પ્રકારના કોચ છે. આ કોચને કપૂરથલા ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. 

નેશનલ ટ્રાન્સપોર્ટરના જણાવ્યા અનુસાર, કોવિડ -19 પોસ્ટના આ બે કોચની એક જેવી જ ડિઝાઈન છે, જેથી કોવિડ-19 મહામારીને ફેલાતી અટકાવી શકાય. ભારતીય રેલવેનું માનવું છે કે, આ બંને કોચમાં આપવામાં આવતી સુવિધા મુસાફરોનો વિશ્વાસ વધારશે. આવા એક કોચને તૈયાર કરવામાં લગભગ 6થી 7 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ થયો છે. 

નવા AC અને નોન ACની વિશેષતા
હેન્ડ્સફ્રી સુવિધાઓ: આ કોચની ઘણી વસ્તુઓને પગથી ઓપરેટ કરી શકાશે. શૌચાલયના દરવાજા પગની મદદથી ખૂલશે અને તેને પગથી જ લૉક પણ કરી શકાશે. તેના ફ્લશ વાલ્વ, પાણીનો નળ પણ પગથી ઓપરેટ કરી શકાશે.

કોપર કોટેડ હેન્ડરેલ્સ અને લૅચઃ કોચની અંદર કોપર કોટેડ હેન્ડરેલ્સ અને લૅચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, કોપર થોડા સમયની અંદર સપાટી પર વાઈરસનો નાશ કરે છે, કેમ કે, કોપરમાં એન્ટિ-માઈક્રોબિયલ ગુણ હોય છે. જો કોપર પર વાઈરસ હશે, તો તેના આયન વાઈરસની અંદરના DNA અને RNLને નષ્ટ કરે છે.

ટાઈટેનિયમ D-ઓક્સાઈડ કોટિંગ: ટાઈટેનિયમ ડાઈઓક્સાઈડ દ્વારા બનાવવામાં આવેલું કોટિંગ જે નેનો સ્ટ્રક્ચર છે, ફોટોએક્ટિવ સામગ્રી તરીકે કાર્ય કરે છે. પાણી આધારિત કોટિંગ પર્યાવરણના અનુકૂળ છે જે વાઈરસ, બેક્ટેરિયા, મોલ્ડ અને ફૂગનો પણ નાશ કરે છે. તે ઈન્ડોર એર ક્વોલિટીને સારી બનાવે છે. ટાઈટેનિયમ D-ઓક્સાઈડ હ્યુમન માટે એક સુરક્ષિત પદાર્થ માનવામાં આવે છે.

તેનું કોટિંગ વોશબેસિન, સીટ અને બર્થ, લેવેટરી, ગ્લાસ વિંડો, સ્નેક ટેબલ, ફ્લોર જેવી ઘણી સપાટી પર કરવામાં આવે છે, જે માનવ સંપર્કમાં આવે છે. ટાઈટેનિયમ D-ઓક્સાઈડ કોટિંગ 1 વર્ષ સુધી ચાલે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી