• Gujarati News
  • Utility
  • The Third Phase Will Start From January 15, With A Target Of Training 8 Lakh People In 2020 21

PM કૌશલ વિકાસ યોજના:ત્રીજો તબક્કો 15 જાન્યુઆરીથી શરૂ થશે, 2020-21માં 8 લાખ લોકોને ટ્રેનિંગ આપવાનું લક્ષ્યાંક

એક વર્ષ પહેલા
  • યોજનામાં દેશના 600 જિલ્લામાં લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે
  • યોજના માટે 949 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)નો ત્રીજો તબક્કો PMKVY 3.0 આજે એટલે કે 15 જાન્યુઆરીથી શરૂ થશે. આ યોજના કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાના ત્રીજા તબક્કામાં 2020-21 દરમિયાન 8 લાખ ઉમેદવાકોને ટ્રેનિંગ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. તેના માટે સરકાર 948.90 કરોડ રૂપિયા ખર્ચ કરશે. PMKVY કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજનાઓમાંથી એક છે.

સમગ્ર દેશના 600 જિલ્લામાં ટ્રેનિગ આપવામાં આવશે
સરકાર દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 729 પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર (PMKK), નોન-PMKK ટ્રેનિંગ સેન્ટર અને કૌશલ ભારતના અંતર્ગત આવતી 200થી વધારે ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવશે. PMKVY 3.0 અંતર્ગત દેશભરના 600 જિલ્લામાં ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવશે.

2015માં યોજનાની શરૂઆત થઈ હતી
સરકારે PMKVY યોજના વર્ષ 2015 માં સરકાર શરૂ કરી હતી અને વર્ષ 2016માં તેનો બીજો તબક્કો (PMKVY 2.0) લોન્ચ કરવામાં આવ્યો હતો. PMKVYની ઓફિશિયલ વેબસાઈટના https://www.pmkvyofficial.org/ અંતર્ગત 20 ઓક્ટોબર 2020 સુધી કુલ 33.20 લાખ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. જો કે તેના અંતર્ગત 2020 સુધી એક કરોડ લોકોને કૌશલ ટ્રેનિંગ આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.

યોજનાનો ઉદ્દેશ શું છે?
PMKVYનો ઉદ્દેશ દેશના યુવાનોને ઉદ્યોગો સંબંધિત ટ્રેનિંગ આપવાનો છે, જેથી આ ટ્રેનિંગનો ફાયદો ઉઠાવીને તેઓ પોતાનો કોઈ કામ-ધંધો શરૂ કરી શકે છે અથના ક્યાય નોકરી કરી શકે. તે ઉપરાંત આ યોજના અંતર્ગત સરકારી કક્ષાએ પણ કુશળ કામદારોને નોકરી મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જોબ ફેર જેવા મંચ આ માટે અસરકારક સાબિત થાય છે.

1.5 લાખ રૂપિયાની લોન મળે છે
તેમાં સરકાર 1.5 લાખ રૂપિયા સુધીની લોન પૂરી પાડે છે. આ યોજનાનો લાભ ઓછા ભણેલા લોકો અથવા 10મા, 12મા ધોરણના ડ્રોપઆઉટ (વચ્ચેથી સ્કૂલ છોડનાર) યુવાનો ઉઠાવી શકો છો. આ યોજના અંતર્ગત ટ્રેનિંગ લેનારાઓ માટે સરકારની તરફથી દર મહિને 6 મહિનામાં જોબ ફેરનું આયોજન કરવામાં આવે

રજિસ્ટ્રેશન કરાવવાની પ્રોસેસ
આ યોજનામાં અરજી કરવા માટે http://pmkvyofficial.org પર જઇને નામ, સરનામું અને ઇ-મેલ વગેરે ભરવા પડે છે. ત્યારબાદ અરજદાર જે ટેક્નોલોજીકલ સેક્ટરમાં ટ્રેનિંગ લેવા માગતું હોય તે સિલેક્ટ કરવાનો રહેશે. તેમાં કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિોનિક્સ, હાર્ડવેર, ફૂડ પ્રોસેસિંગ, ફર્નિચર અને ફિટિંગ હેન્ડીક્રાફ્ટ, જેમ્સ જ્વેલરી અને લેધર ટેક્નોલોજી જેવાં આશરે 40 ટેક્નોલોજીકલ સેક્ટર આપવામાં આવ્યા છે. આ માહિતી ભર્યા પછી, તમારે તમારું ટ્રેનિંગ સેન્ટર પસંદ કરવું પડશે. યોજના સંબંધિત વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોઈ શકાશે કાર્યક્રમ
બપોરે 12.30 વાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેના લોન્ચિંગ કાર્યક્રમની શરૂઆત થશે. કૌશલ અને ઉદ્યમ મંત્રાલયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કાર્યક્રમને જોઈ શકાય છે. અહીંથી જોઈ શકાશે કાર્યક્રમ

  • PMKVY Facebook: www.facebook.com/PMKVYOfficial
  • સ્કિલ ઈન્ડિયા Facebook: www.facebook.com/SkillIndiaOfficial
  • સ્કિલ ઈન્ડિયા Twitter: www.twitter.com/@MSDESkillindia
  • સ્કિલ ઈન્ડિયા YouTube: https://www.youtube.com/channel/UCzNfVNX5yLEUhIRNZJKniHg