તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંકટના સમયમાં લોકડાઉનની વચ્ચે ગરીબોને રાશન અને આર્થિક સહાય આપવાની યોજના ચાલી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત PMJDYની મહિલા ખાતા ધારકોને જૂન મહિનાના 500 રૂપિયાના હપ્તા બેંકોને મોકલવામાં આવી રહ્યા છે. ભારતીય બેંક એસોસિયેશને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બેંકોની શાખાઓમાં ભીડ ના થાય તે માટે નીચે આપવામાં આવેલ ટાઇમ ટેબલ પ્રમાણે બ્રાંચ, CSP, બેંક મિત્રો પાસેથી રકમ લેવી. સરકારે મહિલા ખાતાધારકોના ખાતામાં 500 રૂપિયાના ત્રીજા હપ્તા જમા કરવાનું શરૂ કરી દીધું છે. જાણો તમારા ખાતામાં ક્યારે પૈસા આવશે...
प्रधानमंत्री गरीब कल्याण पैकेज के तहत, PMJDY के महिला खाता धारकों को ₹ 500 की जून माह की किश्त बैंकों में भेजी जा रही है। पैसे पूरी तरह सुरक्षित हैं, बैंकों में भीड़ से बचने के लिए नीचे वाले समय सारणी अनुसार ब्रांच, CSP, बैंक मित्रों से रक़म लें।@DFS_India pic.twitter.com/n0bA6Cge8v
— IBA_Chief_Executive (@ChiefIba) June 2, 2020
તમારા ખાતાના છેલ્લા આંકડા યાદ રાખો
તારીખ | જનધન અકાઉન્ટના છેલ્લા આંકડા |
5 જૂન | છેલ્લી સંખ્યા 0 અથવા 1 છે |
6 જૂન | છેલ્લી સંખ્યા 2 અથવા 3 છે |
8 જૂન | છેલ્લી સંખ્યા 4 અથવા 5 છે |
9 જૂન | છેલ્લી સંખ્યા 6 અથવા 7 છે |
10 જૂન | છેલ્લી સંખ્યા 8 અથવા 9 છે |
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજનો હિસ્સો છે આ 500 રૂપિયા
નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, માર્ચના અંતમાં પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) અંતર્ગત આવતી તમામ મહિલા ખાતાધારકોને ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયા અનુગ્રહ રકમ (એક્સ-ગ્રેટિયા) આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ રકમ 1.7 લાખ કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજનો હિસ્સો છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે આ પેકેજમાં જનધાન ખાતાધારક મહિલાઓને ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયાની મદદ ઉપરાંત ગરીબોને મફતમાં અનાજ, કઠોળ અને રાંધણ ગેસ સિલિન્ડર આપવામાં આવશે. ખેડૂતો, વૃદ્ધોને પણ આ યોજના અંતર્ગત રોકડની સહાય પૂરી પાડવામાં આવી જેથી તેઓને સંકટના સમયમાં થોડી રાહત મળી શકે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.