મેટાનું સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Instagram ટ્વીટરને ટક્કર આપવા માટે નવી માઇક્રોબ્લોગિંગ ટેક્સ્ટ-આધારિત એપ્લિકેશન લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ઈન્સ્ટાગ્રામની આ નવી એપ જૂનના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.
કંપની હાલમાં એપનું ટેસ્ટિંગ કરી રહી છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની હાલમાં આ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ કરી રહી છે. ટેસ્ટિંગ માટે કંપનીએ આ એપને છેલ્લાં કેટલાક મહિનાઓથી કેટલીક પસંદગીની હસ્તીઓ, ઇન્ફ્લુએન્સર્સ અને ક્રિયેટર્સને ખાનગી રીતે આ એપ આપી છે.
આ એપ ઇન્સ્ટાગ્રામથી અલગ છે, પરંતુ તેનાથી લોકો બંને એપના એકાઉન્ટને કનેક્ટ કરી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે ઇન્સ્ટાગ્રામે આ પ્રોજેક્ટનું નામ 'P92' અને 'બાર્સેલોના' રાખ્યું છે.
આ એપ Twitter-Mastodon જેવાં પ્લેટફોર્મને ટક્કર આપશે
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એન્ડ લોસ એન્જલસ (UCLA) ખાતે સોશિયલ અને ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ શીખવતા લેહ હેબરમેને તાજેતરમાં એપ વર્ણનનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું કે 'આ ઇન્સ્ટાગ્રામ એપ ટિ્વટર અને માસ્ટોડોન જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરશે.'
યુઝર્સ એપ્લિકેશનમાં 500 અક્ષરો સુધી ટેક્સ્ટ પોસ્ટ કરી શકશે
હેબરમેને એમ પણ જણાવ્યું કે 'આ નવી એપમાં યુઝર્સ 500 કેરેક્ટર સુધીની ટેક્સ્ટ પોસ્ટ કરી શકે છે. આ સિવાય તે તેમાં ફોટો, લિંક અને વીડિયો પણ પોસ્ટ કરી શકે છે. આ ઉપરાંત આ એપ્લિકેશન સરળતાથી Instagram સાથે લિંક કરવામાં આવશે, જેથી યુઝર્સને તેમના વર્તમાન ફોલોઅર્સ સાથે કનેક્ટ થવામાં કોઈ સમસ્યા ન થાય. જોકે, આ એપ અંગે મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક. ની માલિકીના Instagram તરફથી હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.