તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • The Sixth Installment Of Rs 2,000 Will Come In PM Kisan Yojana From August 1, It Can Be Checked Online Whether The Money Will Come In Your Account Or Not.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પીએમ કિસાન યોજનામાં 1 ઓગસ્ટથી 2,000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો આવશે, તમારા અકાઉન્ટમાં પૈસા આવશે કે નહીં તે ઓનલાઇન ચેક કરી શકાશે

દિલ્હી9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધી આ સ્કીમમાં 10 લાખથી વધુ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે
 • ખેડૂતોના ખાતાંમાં 19,350.84 રૂપિયાની મદદ મોકલવામાં આવી ચૂકી છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડુતોને દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 2,000 રૂપિયાના 5 હપ્તા પણ આપવામાં આવી ચૂક્યા છે. હવે 1 ઓગસ્ટથી આ સ્કીમ હેઠળ સરકાર છઠ્ઠો હપ્તો મોકલવાનું શરૂ કરશે.

સ્કીમમાં 10 કરોડથી વધુ ખેડૂતો જોડાયા
આ યોજના દ્વારા અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડૂતોને જોડવામાં આવ્યા છે. તેમજ, અત્યાર સુધી 19,350.84 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોના ખાતાંમાં મોકલવામાં આવી ચૂકી છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 5 હપ્તા મળી ગયા છે.

તમારું નામ આ સ્કીમમાં જોડાયેલું છે કે નહીં તે ચેક કરવાની પ્રોસેસ
જો તમે આ સ્કીમનો લાભ મેળવવા તેમાં અરજી કરી છે અને તમારું નામ લાભાર્થીઓના લિસ્ટમાં સામેલ થયું છે કે નહીં તે ચેક કરવા માગતા હો તો સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર જઇને ચેક કરી શકાશે.

 • પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું લિસ્ટ ઓનલાઇન જોવા માટે સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો.
 • વેબસાઇટ ખૂલ્યા બાદ મેન્યૂ બાર જૂઓ અને અહીં ‘ફાર્મર કોર્નર’ પર જાઓ. ‘લાભાર્થી લિસ્ટ’ની લિંક પર ક્લિક કરો.
 • તમારું રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો.
 • ત્યારબાદ તમારે Get Report પર ક્લિક કરવું પડશે અને પછી તમને માહિતી મળશે.
 • ત્યારબાદ આ યોજનાનો લાભ અપાયેલ ખેડુતોનાં નામ રાજ્ય/જિલ્લાવાર/બ્લોક/ગામ મુજબ જોઇ શકાશે.

પ્રાધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના શું છે?
આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડુતોને વર્ષે 2-2 હજાર રૂપિયા (કુલ 6000 રૂપિયા)ના ત્રણ હપ્તા આપવામાં આવે છે. યોજનાના પાત્ર લાભાર્થીઓ કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે નિયુક્ત કરવામાં આવેલા સ્થાનિક પટવારી, મહેસૂલ અધિકારી અને નોડલ અધિકારી પણ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો