તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Schedule Of Engineering Entrance Exam, Which Was Postponed Due To Corona, Has Been Announced.

JEE Main 2021:કોરોનાને લીધે પોસ્ટપોન થયેલી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામનું શેડ્યુલ જાહેર, 20 જુલાઈથી ત્રીજા અને 27થી ચોથા સેશનની પરીક્ષા લેવાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર જાણકારી આપી
  • ત્રીજા અને ચોથા ફેઝની એક્ઝામ કોરોનાને લીધે મોકૂફ રાખી હતી

એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE Mainની પોસ્ટપોન પરીક્ષાઓ શેડ્યુલ જાહેર થઈ ગયું છે. જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે ત્રીજા સેશનની પરીક્ષા 20થી 25 જુલાઈ સુધી લેવાશે. ચોથા સેશનની પરીક્ષા 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી લેવાશે. આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર જાણકારી આપી.

એપ્લિકેશન વિન્ડો રી-ઓપન થઈ
પરીક્ષાઓનું શેડ્યુલ જાહેર કરવાની સાથે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે અરજી કરી શક્યા નથી તેમને અરજી કરવાનો એક મોકો આપવામાં આવશે. આ હેઠળ એપ્રિલ સેશન માટે કેન્ડિડેટ્સ આજે રાતે 6 જુલાઈથી 8 જુલાઈ સુધી અરજી કરી શકશે. મે સેશન માટે રજીસ્ટ્રેશન 9-12 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ સાથે જ કેન્ડિડેટ્સ પોતાનું એક્ઝામ સેન્ટર પણ બદલી શકશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને તારીખ જણાવી છે.

આ વર્ષે ચાર સેશનમાં પરીક્ષા લેવાશે
આ વર્ષે JEE Mainની પરીક્ષા ચાર સેશનમાં લેવામાં આવશે. આ હેઠળ બે સેશનની પરીક્ષાઓ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાઈ ગઈ છે, પરંતુ કોરોનાને લીધે NTAએ ત્રીજા અને ચોથા ફેઝની એક્ઝામ મોકૂફ કરી હતી. એ પછીથી વિદ્યાર્થીઓ નવી તારીખની રાહ જોઈ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...