તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The SBI Has Issued An Alert For Customers, Saying Online Banking Could Be A Problem From November 8

અલર્ટ:SBIએ ગ્રાહકો માટે અલર્ટ જાહેર કર્યું, 8 નવેમ્બરથી ઓનલાઇન બેંકિંગમાં સમસ્યા આવી શકે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે
  • SBI એના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મને અપડેટ કરી રહી છે

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોના ઓનલાઇન બેંકિંગ અનુભવને સુધારવા માટે એના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મને અપડેટ કરી રહી છે. એને કારણે 8 નવેમ્બરના રોજ ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિંગ, SBIYONO અને Yono light સર્વિસીઝનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે. બેંકે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.

મિસ્ડ કોલ દ્વારા આ રીતે બેલેન્સ ચેક કરો
SBIનું બેલેન્સ ચેક કરવા માટે તમારે તમારા રજિસ્ટર મોબાઇલ નંબર પરથી ટોલ-ફ્રી નંબર '9223766666' પર મિસ કોલ કરવો પડશે.

SMS દ્વારા બેલેન્સ ચેક કેવી રીતે કરવું?
SMS દ્વારા બેલેન્સ ચેક કરવા માટે તમારે 'BAL' લખીને 09223766666 પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યાર બાદ તમને બેલેન્સ વિશેની માહિતી મળશે. જોકે આ સુવિધા માટે તમારો મોબાઇલ નંબર બેંકમાં નોંધાયેલો હોવો જરૂરી છે.

કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું?
તમે પોતે SBI SMS બેંકિંગ અને મોબાઇલ સર્વિસીઝ માટે રજિસ્ટર કરાવી શકો છો. આ માટે તમારે અકાઉન્ટ નંબર રજિસ્ટર કરાવવાનો રહેશે. આ માટે રજિસ્ટર મોબાઇલ નંબરથી REG 1234567890 પર અકાઉન્ટ નંબર SMS કરવાનો રહેશે. ત્યાર બાદ તમને Successful/Unsuccessfulનો મેસેજ મળી જશે.