તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Right Time To Buy A House Is The Rainy Season, There Are 5 Reasons To Buy A House Right Now

તમારા ફાયદાની વાત:ઘર ખરીદવા માટેનો યોગ્ય સમય વરસાદની સિઝન છે, આ 5 કારણોને લીધે અત્યારે ઘર ખરીદવાથી ફાયદો થશે

3 મહિનો પહેલા

જો તમે ઘર અથવા પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સિઝન તમારા માટે યોગ્ય રહેશે. વરસાદની સિઝનમાં મકાન અને તેની આસપાસના વિસ્તાર એવા નથી દેખાતા જેવા તે અન્ય સિઝનમાં દેખાય છે. આ સિઝનમાં ઘર અને પ્રોપર્ટીની યોગ્ય રીતે ચકાસણી કરી શકાય છે. તે સિવાય કોરોનાનાં કારણે દેશમાં પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો આવ્યો છે. એટલું નહીં બેંકના હોમ લોનના વ્યાજ દર આ સમયે સૌથી ઓછા છે. આ 5 કારણોથી વરસાદની સિઝનમાં ઘર ખરીદવાનું યોગ્ય રહેશે.

મકાનનું બાંધકામ જ નહીં પણ તેની મજબૂતી વિશે પણ જાણી શકાશે
મકાનની સુંદરતા કરતાં મકાનની મજબૂતી મહત્ત્વની રાખે છે. વરસાદમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા હોવ તો વરસાદ દરમિયાન પાણીના કારણે મકાનોમાં નિર્માણ સામગ્રીની ક્વોલિટી પર અસર પડી શકે છે. જો છત અથવા દિવાલ પર ભેજ, જમીન, બારી, દરવાજા અને ખાસ કરીને બાથરૂમમાં ભેજ આવતો હોય તો તેને ન ખરીદો. તેમજ વરસાદમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે તેથી ત્યાં ડ્રેનેજ સિસ્ટમ છે કે નહીં તે જોવું જોઈએ.

રસ્તાની યોગ્ય સ્થિતિ જાણી શકાય છે
ઘર ખરીદતી વખતે આસપાસની સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવું જોઈએ. વરસાદની સિઝનમાં કેટલાક રસ્તાઓ પર પાણી ભરાવું, ટ્રાફિક, વીજળીની સમસ્યા થાય છે. ખાસ કરીને મકાન અથવા કોલોની બિલ્ડરો દ્વારા મુખ્ય માર્ગને જોડતા સારા રસ્તાના ઘણા વાયદા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં આવું થતું નથી. રસ્તો જોખમકારક અથવા અસુવિધાજનક નથી તેની ખાતરી કરો. આ સુવિધાઓનો અંદાજ વરસાદમાં લગાવી શકાય છે.

વીજળીની સમસ્યા પર ધ્યાન આપો
ઘણી વખત જોવા મળે છે વરસાદ પડતાંની સાથે વીજળી જતી રહે છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં કલાકો સુધી વીજળી જતી રહે છે. તમે જે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો ત્યાં આવી પરિસ્થિતિ છે કે નહીં તેની ખાતરી કરો. જો વીજળી જાય પણ છે તો કેમ્પસ અને પાર્કિંગ માટે જનરેટરની સુવિધા છે કે નહીં તેના પર પણ ધ્યાન આપવું. ખાસ કરીને જ્યારે તમે આઉટર અથવા શાંત વિસ્તારમાં મકાન લઈ રહ્યા હોવ તો તેને અવગણશો નહીં.

કોરોનાકાળમાં પ્રોપર્ટીના ભાવ ઘટ્યા
દેશમાં આ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે હાઉસિંગ પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 2020ના જાન્યુઆરી- માર્ચની તુલનામાં 2021ના જાન્યુઆરી-માર્ચના સમયગાળામાં દેશમાં મકાનોની કિંમતમાં 1.6%નો ઘટાડો નોંધાયો છે. પ્રોપર્ટી કન્સલટન્ટ ફર્મ નાઈટ ફ્રેન્કના અનુસાર, હાઉસિંગ પ્રોપર્ટીની કિંમતમાં વધારો થવાની બાબતમાં ભારતનો ગ્લોબલ રેન્ક પણ ઘણો નીચે છે. આ રેન્કિંગમાં ભારત 55મા નંબર પર છે. રેન્કિંગમાં 56 દેશોમાં હાઉસિંગ પ્રોપર્ટીની કિંમતો સામેલ કરવામાં આવે છે.

સૌથી સસ્તી હોમ લોન મળી રહી છે
અત્યારે હોમ લોનના વ્યાજ દર સૌથી નીચલા સ્તરે છે. કોટક મહિન્દ્રા બેંક 6.65%ના વાર્ષિક દરે હોમ લોન આપી રહી છે. દેશની સૌથી મોટી બેંક SBI પણ આ સમયે 6.70%ના વાર્ષિક વ્યાજે લોન આપી રહી છે. અહીં જુઓ કઈ બેંક કયા વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે.

બેંકવ્યાજ દર (%)
કોટક મહિન્દ્રા6.65
SBI6.70
HDFC બેંક6.70
સિટી બેંક6.75
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા6.80
પંજાબ નેશનલ બેંક6.80
બેંક ઓફ બરોડા6.85
બેંક ઓફ ઈન્ડિયા6.85