તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Result Of The Company Secretary Executive Entrance Test Has Been Announced, Can Be Checked On The Official Website.

ICSI CSEET results 2020:કંપની સેક્રેટરી એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર થયું, ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરી શકાશે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા (ICSI)એ ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ CSEET 2020નું રિઝલટ જાહેર કરી દીધું છે. ICSIએ બપોરે 2 વાગ્યે ઓફિશિયલ પોર્ટલ icsi.edu પર પરિણામો જાહેર કર્યા. જે ઉમેદવારો પરીક્ષામાં આવ્યા છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ દ્વારા તેમનો સ્કોર ચેક કરી શકે છે.

ઇન્સ્ટિટ્યૂટે ટ્વીટ કરીને માહિતી આપી
અગાઉ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયાએ તેના વિશે ટ્વીટ કરીને રિઝલ્ટ જાહેર કરવાની માહિતી આપી હતી. તેના ટવીટમાં ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું કે, કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ એક્ઝામનું રિઝલ્ટ 17 સપ્ટેમ્બર, 2020ના રોજ બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે. ICSI દ્વારા 29 અને 31 ઓગસ્ટે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા રિમોટ પ્રોક્ટર્ડ મોડમાં લેવામાં આવી હતી.

રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ icsi.edu પર જાઓ.
  • અહીં હોમ પેજ પર CSEET રિઝલ્ટ 2020 લિંક પર ક્લિક કરો.
  • હવે તમારા ક્રેડેન્શિયલ એન્ટર કરીને લોગઇન કરો.
  • રિઝલ્ટ તમારી સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.
  • રિઝલ્ટની પ્રિન્ટઆઉટ કાઢીને ભવિષ્ય માટે સુરક્ષિત રાખી શકાય.
અન્ય સમાચારો પણ છે...