• Gujarati News
  • Utility
  • The Result Of GD Constable Exam 2018 Has Been Declared, Can Be Checked On The Official Website

SSC GD કોન્સ્ટેબલ 2018:GD કોન્સ્ટેબલ પરીક્ષા-2018નું રિઝલ્ટ જાહેર થયું, ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ GD કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા-2018નું રિઝલ્ટ જાહેર કર્યું છે. આયોગે જાહેર કરેલા જાહેરનામા મુજબ SSC GD કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં કુલ 1,09,552 ઉમેદવારોએ સફળતા મેળવી છે. તેમાં 15,898 ફીમેલ અને 93,654 મેલ ઉમેદવારો સામેલ છે. જે ઉમેદવારો પરીક્ષામાં આવ્યા છે તેઓ તેમનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ ssc.nic.in પર જઇને ચેક કરી શકે છે.

સિલેક્ટેડ મેલ કેન્ડિડેટ્સનાં લિસ્ટ માટે અહીં ક્લિક કરો

260 ઉમેદવારોનું રિઝલ્ટ અટકાવ્યું
રિઝલ્ટની સાથે જ કમિશને કટઓફ પણ જાહેર કરી દીધું છે. નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારોમાંથી 260 ઉમેદવારોનું રિઝલ્ટ અટકાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, કમિશને અત્યારે કેરળ રાજ્યનું રિઝલ્ટ જાહેર કર્યું નથી. PET/PSTમાં કુલ 1,52,265 ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાંથી 1,09,552 ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શન થયું.

સિલેક્ટેડ ફીમેલ કેન્ડિડેટ્સનું લિસ્ટ ચેક કરવા માટે અહીં ક્લિક કરો
પહેલા તબક્કાની પરીક્ષા 2019માં લેવાઈ હતી

સ્ટાફ સિલેક્શન કમિશને કોન્સ્ટેબલ (GD) ભરતી પરીક્ષા -2018ના પહેલા તબક્કાની પરીક્ષા 11 ફેબ્રુઆરીથી 11 માર્ચ, 2019 દરમિયાન આયોજિત કરી હતી. આ પરીક્ષામાં 30,41,284 ઉમેદવારો સામેલ થયા, જેમાંથી કુલ 5,54,903 ઉમેદવારોને PET/PST માટે સફળ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કમિશને PET/PSTનું રિઝલ્ટ 17 ડિસેમ્બર, 2019 અને 4 માર્ચ, 2020ના રોજ જાહેર કર્યાં.

લેખિત પરીક્ષા અને PET/PSTના આધારે કુલ 1,52,226 ઉમેદવારોને મેડિકલ પરીક્ષા માટે સફળ જાહેર કરવામાં આવ્યા હતા. મેડિકલ પરીક્ષા પછી ફાઇનલ પરીક્ષા તરીકે હવે 1,09,552 ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવ્યું છે.
રિઝલ્ટ રોકવામાં આવેલા ઉમેદવારોનું લિસ્ટ ચેક કરવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...