• Gujarati News
  • Utility
  • The Registration Process Will Start From September 14. Candidates With Post Graduate Medical Degree Will Be Able To Apply Till October 4.

NEET SS 2021:14 સપ્ટેમ્બરથી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડિગ્રી ધરાવતા કેન્ડિડેટ્સ 4 ઓક્ટોબર સુધી અપ્લાય કરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે
  • 30 નવેમ્બર, 2021 રિઝલ્ટ જાહેર થશે

NEET SS 2021 પરીક્ષા એકેડમિકે યર 2021-22 માટે ડૉક્ટરેટ ઓફ મેડિસિન, DM, માસ્ટર ઓફ સર્જરી, MCH જેવા કોર્સમાં એડમિશન લેવા માટે યોજવામાં આવે છે. આ પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ NBEMS દ્વારા યોજવામાં આવે છે.

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, સુપર સ્પેશિયાલિટી કે NEET SS 2021 રજિસ્ટ્રેશન પ્રોસેસ 14 સપ્ટેમ્બર, 2021થી શરૂ થશે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2021 છે. NEET SS 2021 વિશે વધારે જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ natboard.edu.inની મુલાકાત લઇ શકે છે.

મહત્ત્વપૂર્ણ તારીખો

  • અપ્લાય પ્રોસેસ: 14 સપ્ટેમ્બર 2021થી શરૂ
  • કોર્સ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 4 ઓક્ટોબર, 2021
  • NEET SS 2021 પરીક્ષા 2021: 13થી 14 નવેમ્બર 2021
  • NEET SS રિઝલ્ટ 2021: 30 નવેમ્બર 2021
  • NEET SS એકેડમિક સેશનની શરૂઆત: 1 જાન્યુઆરી 2022
  • કોર્સ માટે અપ્લાય કરનારા ઇચ્છુક કેન્ડિડેટ્સ લેટેસ્ટ અપડેટ માટે ઓફિશિયલ વેબસાઈટ natboard.edu.in પર વિઝિટ કરો.

યોગ્યતા
ઉમેદવાર પાસે માન્ય ઇન્સ્ટિટ્યુટની પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડિગ્રી હોવી જોઈએ. જે ઉમેદવાર PG કરી રહ્યા છે, તે પણ આ કોર્સ માટે અપ્લાય કરી શકે છે.

અલગ-અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાશે
આ વખતે પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. સવારની શિફ્ટની પરીક્ષા 9 વાગ્યાથી 11:30 વાગ્યે લેવામાં આવશે અને બીજી શિફ્ટની પરીક્ષા બપોરે 2થી સાડા 4 વાગ્યે લેવાશે. 14 નવેમ્બરે માત્ર એક શિફ્ટમાં (3થી 5:30 વાગ્યા સુધી) પરીક્ષા લેવાશે.