ભરતી / ISROમાં વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

The recruitment process for various positions has been started in ISRO

  • ઈસરો દ્વારા ટેક્નિશિયન અને અન્ય પોસ્ટ પર ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે
  • ઉમેદવારોએ આપેલી પરીક્ષા અને સ્કિલ ટેસ્ટને આધારે તેમની પસંદગી કરવામાં આવશે
  • ભરતીની પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે, જે 13 સપ્ટેમ્બર સુધી રહેશે

Divyabhaskar.com

Sep 07, 2019, 07:11 PM IST

યુટિલિટી ડેસ્કઃ ‘ચંદ્રયાન-2’ની આંશિક સફળતા પછી દેશમાં ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના સાયન્ટિસ્ટોની મહેનત માટે ભરપુર પ્રેમ જાગી ઊઠ્યો છે. જો સ્પેસ સાયન્સમાં રસ હોય તો ઉત્કૃષ્ટ કારકિર્દી બનાવવા ઉપરાંત દેશસેવા કરવાની અનોખી તક ઈસરો આપી રહ્યું છે. ઈસરો દ્વારા ટેક્નિશિયન અને અન્ય પોસ્ટ પર ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેની વિવિધ પોસ્ટ પર નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવાર isro.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ ભરતીની પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે, જે 13 સપ્ટેમ્બર સુધી રહેશે.

આ પોસ્ટ પર ભરતી કરાશે
ISROએ ટેક્નિશન-B, ડ્રાઉટ્સમેન -B અને ટેક્નિકલ અસિસ્ટન્ટના પદ પર અરજી મંગાવી છે.

પોસ્ટ જગ્યા
ફીટર 20
ઇલેક્ટ્રિશન મેકૅનિક 15
પ્લમ્બર 02
વેલ્ડર 01
મેકૅનિસ્ટ 01
ડ્રાઉટ્સમેન-B 12
ટેક્નિકલ અસિસ્ટન્ટ 35

લાયકાત
ટેક્નિશિયન/ ડ્રાઉટ્સમેન
ઇચ્છુક ઉમેદવારે સરકાર માન્ય સ્કૂલમાંથી 10/12 ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તે સાથે જ સંબંધિત ટ્રેડમાં IIT/MTC/MAC સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ.

ટેક્નિકલ અસિસ્ટન્ટ
આ પદ માટે ઇચ્છુક ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થાનથી સિવિલ/મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિઅરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
તમામ પોસ્ટ માટે ઉંમર સીમા 18થી 35 વર્ષની છે. ઓનલાઇન અરજી કરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર છે.

પસંદગી
આ તમામ પદો માટે ઉમેદવારોએ આપેલી પરીક્ષા અને સ્કિલ ટેસ્ટને આધારે તેમની પસંદગી કરવામાં આવશે. સિલેક્ટેડ ઉમેદવારોનું પોસ્ટિંગ બેંગલુરુમાં કરવામાં આવશે.

પે સ્કેલ
ટેક્નિશન-B, ડ્રાફ્ટ્સમેન -B - માસિક રૂપિયા 21,700
ટેક્નિકલ અસિસટન્ટ- માસિક રૂપિયા 44,900

આ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો : https://apps.isac.gov.in/TAHSFC-2019/advt.jsp


X
The recruitment process for various positions has been started in ISRO
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી