• Home
  • Utility
  • Utility News
  • The railway's waiting room will become a hi tech, ro system and rooms equipped with waterproof furniture.

સુવિધા / રેલવેનો વેઇટિંગ રૂમ હાઇટેક બનશે, RO સિસ્ટમ અને રૂમમાં વોટરપ્રૂફ ફર્નિચર જેવી વૈભવી સુવિધાઓ મળશે

The railway's waiting room will become a hi-tech, ro system and rooms equipped with waterproof furniture.

Divyabhaskar.com

Jul 08, 2019, 03:21 PM IST

યુટિલિટી ડેસ્કઃ રેલવે મંત્રાલય ભોપાલ સહિત દેશનાં મોટા રેલવે સ્ટેશનોનાં વેઇટિંગ રૂમ હવે હાઇટેક બનવા જઈ રહ્યા છે. તેમાંના ઘણાં સ્ટેશનો પર ટૂંક સમયમાં જ મોટી હોટલ્સ જેવી સુવિધાઓ મળશે. રેલવેની વર્ષ 2015ની આ યોજના ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) આ વર્ષે શરૂ કરશે. આધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વેઇટિંગ રૂમમાં આકર્ષક ઈન્ટિરિયર સાથે સુવિધાઓ અને સર્વિસ પણ હાઈ લેવલની મળશે. અહીં ખાણી-પીણીની ખાસ વ્યવસ્થા, ટૂરિસ્ટ માટે હોટલ, સાઇટ સીન જોવા જવાની અને ટૂર-ટ્રાવેલ્સની વ્યવસ્થા પણ થઈ જશે.


રેલવે બોર્ડના ડિરેક્ટર સમીર કુમારના જણાવ્યા પ્રમાણે, આ યોજના પર અમલ કરવાનો આદેશ IRCTCને આપવામાં આવ્યો છે. તેના પ્રથમ તબક્કામાં, સમગ્ર દેશમાંથી આશરે 500 સ્ટેશનો સમાવવામાં આવી રહ્યાં છે. આ હેતુ માટે, એક વર્ષની સમયરેખા નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર અભિયાનનો ઉદ્દેશ મુસાફરોને ઓછી કિંમતે સારી સુવિધા પૂરી પાડવાનો છે.


રૂમનાં મૂળરૂપમાં કોઈ ધરખમ ફેરફાર નહીં થાય
IRCTC રેલવે સ્ટેશન પર રહેલા નેઇટિંગ રૂમને હાઈ-ફાઈ બનાવાની સાથે જ તેમાં વર્તમાન સમય મુજબ ફર્નિચર લગાવશે. આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે કે રૂમનાં મૂળરૂપમાં કોઈ ધરખમ ફેરફાર નહીં થાય. રૂમની સારસંભાળ અને મુસાફરો માટે સુવિધાઓ એકત્રિત કરવાની સાથે તેના પ્રચારની સમગ્ર જવાબદારી IRCTCની હશે. પેસેન્જર્સને ટૂર પ્લેસ બતાવવા અને ફેરવવા માટે વાહનની ગોઠવણ પણ કરાશે. આ નિર્ણયથી લોકોને ફાયદો થશે, કારણ કે વેઇટિંગ રૂમ બહુ સસ્તા અને સારા હોય છે.


ચાર મહિનામાં વેઇટિંગ રૂમ તૈયાર થઈ જશે
સૂત્રોના જણાવ્યાં મુજબ, વેઇટિંગ રૂમને સ્ટાર હોટલ્સની શૈલીમાં બનાવવાની યોજના પર છેલ્લાં ચાર વર્ષથી કામ ચાલી રહ્યું છે. પરંતુ રેલવે મંત્રાલય અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવને કારણે, આ યોજના પાર પડી નથી. આ યોજના મે 2019માં ફાઇનલ થયા બાદ જુલાઇથી તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, કામ તેના પ્રારંભિક તબક્કામાં છે. પરંતુ આગામી ત્રણથી ચાર મહિનામાં તેની અસર જોવા મળશે.


આ ખાસ સુવિધાઓ હશે
વેઇટિંગ રૂમના દરેક રૂમમાં ટીવી, ઇન્ટરનેટ, ફોન, એર કંડિશન સહિત ઘણી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ થશે. અહીં મુસાફરોને ટ્રેન આવવા-જવાની જાણકારી રૂમમાં એક કોલ અથવા હોટલમાં લાગેલી સ્ક્રીન પર મળી જશે. પીવાના પાણી માટે RO સિસ્ટમ અને રૂમમાં વોટરપ્રૂફ ફર્નિચર હશે. ક્યાંય પણ જવા માટે સ્થાનિક સ્તરે ટેક્સીની સુવિધા પણ આપવામાં આવશે. ખાણી-પીણીની સુવિધાઓ પણ સારી રહેશે.


વેઇટિંગ રૂમમાં હાઇટેર સુવિધાઓ
રેસ્વે સ્ટેશન પર આવેલાં વેઇટિંગ રૂમમાં મુસાફરોને હોટલની જેમ જ હાઇટેક સુવિધા આપવાની યોજના બનાવી છે. IRCTCને આ વિશે નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં ભોપાલ સહિત આશરે 500 સ્ટેશનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

X
The railway's waiting room will become a hi-tech, ro system and rooms equipped with waterproof furniture.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી