તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • The Railway Board Has Issued Guidelines For The Examination To Be Held On December 15. No Entry For Those Wearing Designer Masks Or Clothes.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાઇડલાઇન્સ:રેલવે બોર્ડે 15 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા માટે ગાઇડલાઇન્સ બહાર પાડી, ડિઝાઇનર માસ્ક અથવા કપડું બાંધીને આવનારાને નો એન્ટ્રી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેલ્વે ભરતી બોર્ડ (RRB)એ 15 ડિસેમ્બર 2020થી શરૂ થતી રેલવે ભરતી પરીક્ષા માટેની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. કોરોના વચ્ચે લેવાનારી પરીક્ષા માટેની આ ગાઇડલાઇન્સ જાહેર કરતાં કહ્યું કે, ઉમેદવારોએ સામાન્ય માસ્ક પહેરીને જ પરીક્ષા કેન્દ્રમાં જવું પડશે. પરીક્ષા દરમિયાન ડિઝાઇનર માસ્ક પહેરેલા ઉમેદવારોને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, ઉમેદવારો મોં પર રૂમાલ અથવા કપડું બાંધીને પરીક્ષા આપી શકશે નહીં.

એક્ઝામ સેન્ટર સેનિટાઇઝ કરવામાં આવશે
ગાઇડલાઇન્સમાં જણાવ્યા મુજબ, માસ્ક ન પહેરતા ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રમાં RRB દ્વારા માસ્કની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, RRB અલ્હાબાદના ચેરમેન આર.એ. જમાલીએ જણાવ્યું કે, પરીક્ષા પહેલાં એક્ઝામ સેન્ટર સેનિટાઇઝ કરવામાં આવશે. આ સાથે જ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રો પર એકબીજાની વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

15 ડિસેમ્બરથી પરીક્ષા શરૂ થશે
લાંબા સમયથી રાહ જોવાતી RRB મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ પોસ્ટ્સની ભરતી પરીક્ષા 15 ડિસેમ્બર, 2020થી શરૂ થશે. તેમજ, નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC)ની પરીક્ષા 28 ડિસેમ્બરથી શરૂ થશે, જે માર્ચ 2021 સુધી લેવામાં આવશે. કોરોના રોગચાળા દરમિયાન આ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.

2.40 કરોડથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે
આ અગાઉ 5 સપ્ટેમ્બર 2020ના રોજ રેલવેમંત્રી પિયુષ ગોયલ અને રેલવે ભરતી બોર્ડના ચેરમેન દ્વારા બાકીની NTPC, MI કેટેગરી અને લેવલ 1 (ગ્રુપ D) કેટેગરીની પરીક્ષા 15 ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. RRB નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) અને ગ્રુપ D ભરતી 2019ની કુલ 1,40,640 ખાલી જગ્યાઓ માટે 2.40 કરોડથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. 1.40 લાખ પોસ્ટમાંથી NTPCની કુલ 35,208 પોસ્ટ અને ગ્રુપ D લેવલ-1 ની કુલ 1,03,769 પોસ્ટ સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો