2 ફેબ્રુઆરીની ઘટના છે. આગરામાં નકલી માવો વેચવાના ગેંગસ્ટર પપ્પૂ કુશવાહની 3 કરોડ 30 લાખની સંપતિ પ્રોપર્ટીને ટાંચમાં લીધી હતી. ગેંગસ્ટરે આ આખી સંપતિ નકલી માવો વેચીને ભેગી કરી હતી.
હોળીનાં તહેવારની આસપાસ નકલી માવો બનાવવા અને વેચવાનો ગોરખધંધો ખૂબ જ ચાલે છે. જેમ માવાની માગ વધે છે તેમ તેમાં ભેળસેળની ખબરો પણ આવવા લાગે છે. ભેળસેળ કરનાર વ્યક્તિ પોતાનું કામ એટલી સાફ-સફાઈથી કરે છે કે, તેનો ખ્યાલ જ રહેતો નથી.
આજે કામના સમાચારમાં જાણીશું કે, માવામાં ભેળસેળનાં કારણે શું-શું નુકશાન થઈ શકે છે? ભેળસેળયુક્ત ચીજવસ્તુઓની ઓળખ કેવી રીતે કરવી? અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓથી કેવી રીતે બચવું? આજના અમારા એક્સપર્ટ છે ડૉ. અરુણ સિંહ, ગેસ્ટ્રોલોજિસ્ટ બંસલ અને ધર્મેન્દ્ર નુનઈયાં, ફૂડ સેફ્ટી ઓફિસર, ભોપાલ.
પ્રશ્ન- નકલી ખોયામાં કઈ-કઈ પ્રકારની ભેળસેળ કરવામાં આવી રહી છે?
જવાબ- માવા એટલે કે ખોયામાં ખરાબ ક્વોલિટીનો મિલ્ક પાવડર, ટેલ્કમ પાવડર, ચૂનો, ચોક અને સફેદ કેમિકલ્સ પણ મિક્સ કરવામાં આવે છે. તે સિવાય નકલી માવો બનાવવા માટે દૂધમાં યૂરિયા, ડિટરજન્ટ પાવડર અને વનસ્પતિ ઘી એટલે કે ડાલડા મિક્સ કરવામાં આવે છે. અમુક લોકો માવામાં શકકરિયા, સિંઘાડાનો લોટ, મેંદો કે બટાટા પણ મિક્સ કરવામાં આવે છે. તે સિવાય આજકાલ દૂધનું ફેટ કન્ટેટ મિક્સ કરીને તેની જગ્યાએ ખરાબ ક્વોલિટીનું ઓઈલ મિક્સ કરવામાં આવ્યુ છે.
પ્રશ્ન - માવાની ખરીદી કરતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ?
જવાબ- માવાની ખરીદી કરતા સમયે આ 4 વસ્તુઓને યાદ રાખો...
નકલી માવાની ઓળખ કરવા માટે આ રીત અપનાવો
તે સિવાય અમુક ટ્રિક્સ એવી છે કે, જે તમે નીચેના ગ્રાફિક્સમાંથી વાંચીને ટ્રાય કરી શકો છો, તો વાંચો અને બીજાને પણ શેર કરો....
પ્રશ્ન- શું માવાનો કોઈ વિકલ્પ છે?
જવાબ- નકલી માવાથી બચવા માટે તમે ઘરેબેઠા પણ માવો બનાવી શકો છો. તે સિવાય એવી મિઠાઈઓ પણ બનાવી શકો છો કે, જેમાં માવાનો ઉપયોગ કરવામાં આવતો નથી જેમ કે, નારિયેળની બરફી, દૂધીની બરફી, પેઠાની મિઠાઈ અને સૂજીની મિઠાઈ. આ સાથે જ ઘૂઘરામાં માવાની જગ્યાએ તમે ડ્રાયફ્રૂટ્સ કે ખજૂરનું મિશ્રણ પણ ઉમેરી શકો છો.
પ્રશ્ન- શું ભેળસેળ કરનારા લોકો વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે?
જવાબ- હા. ભેળસેળવાળી ચીજવસ્તુઓ વિરુદ્ધ તમે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAIના કાયદા અંતર્ગત કરી શકો છો. યાદ રાખો કે, તમે સીધા જ જજ પાસે જઈ શકતા નથી. પનીરનાં ઉદાહરણથી આ આખી વાતને સમજીએ. જો પનીર ભેળસેળયુક્ત છે તો તેનો નમૂનો લઈને તમારે ફૂડ સેફ્ટી ઓથોરિટી પાસે જવુ પડશે. ત્યાંથી એક લેખિત ફરિયાદ નોંધાવવાની રહેશે કે, જે પ્રોડક્ટ અમે રાખી રહ્યા છે. તમારી સામે તેની તપાસ કરાવવામાં આવે, તેમાં ભેળસેળ છે. ઓથોરિટી તેને લેબ મોકલીને તપાસ કરશે, જ્યારે રિપોર્ટ તમારી તરફેણમાં રહેશે, વોરંટ જાહેર થશે.
પ્રશ્ન- શું દરેક શહેરમાં ફૂડ સેફ્ટી અધિકારી હોય છે?
જવાબ- હા, દરેક શહેરમાં એક ફૂડ સેફ્ટી ડેઝિગનેટેડ ઓફિસર હાજર છે. તેનું કામ જ નિરીક્ષણ અને તપાસ બંને છે. દેશનાં તમામ રાજ્યોનાં ફૂડ સેફ્ટી ડેઝિગ્નેટેડ ઓફિસર્સની માહિતી માટે FSSAIનાં ઓફિશિયલ આઈડી હેલ્પડેસ્કની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો.
પ્રશ્ન- ભેળસેળ કરનારા લોકો માટે કાનૂનમાં શું સજા છે?
જવાબ- ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત ભેળસેળયુક્ત સામાન વેચતા દુકાનદારો પર દંડની જોગવાઈ છે. તેને જેલ પણ જવુ પડી શકે છે. જો કોઈએ ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ ખાઈ લીધી છે તો તેના માટે નોન બેલેબલ વોરંટ બહાર પડશે. તે પછી દોષીને 6 મહિનાથી લઈને 3 વર્ષની જેલની સજા થશે પરંતુ, તેના માટે તે ખાવાની વસ્તુ લેબમાં ટેસ્ટ કરવામાં આવશે અને ભેળસેળ થવા પર સજા નિશ્ચિત છે. બીજી તરફ જો કોઈએ આ ભેળસેળયુક્ત વસ્તુ ખાધી નથી તો બેલેબલ વોરંટ દોષી વિરુદ્ધ જાહેર કરશે.
તહેવારોમાં લોકો પનીરની સબ્જી, ખીર પણ હંમેશા બનાવે છે. આ વસ્તુઓમાં ભેળસેળ પણ જોવા મળી રહી છે. હવે તેમાં પણ અસલી અને નકલીનો ફરક ઓળખવાની રીત જણાવી રહ્યા છીએ, એ પણ યાદ રાખો.
પનીર શુદ્ધ છે કે નહી તે આ રીતે ચેક કરો
પનીરને હાથની મદદથી મસળીને જુઓ. ભેળસેળયુક્ત પનીરનો ચૂરો બની જશે કારણ કે, તે પાવડર મિલ્કથી બને છે. શુદ્ધ પનીર સાથે આવુ થતુ નથી.
પનીરને થોડા સમય માટે ગરમ પાણીમાં ઊકાળો. તે પાણીમાં સોયાબીનનો લોટ કે અળદની દાળનો પાવડર ઉમેરો. જો પનીર નકલી હશે તો તેનો રંગ લાલ થવા લાગશે.
પાણીમાં પનીરને ઊકાળીને ઠંડુ કરી લો. ત્યારબાદ તેમાં ટીંચર આયોડિનની અમુક ડ્રોપ ઉમેરો. જો પનીરનો રંગ વાદળી થઈ જાય તો પનીરમાં ભેળસેળ છે.
ઘી અસલી છે કે નકલી, તે ઓળખવાની રીત આ રીતે શીખી લો
હથેળીઓ પર થોડુ ઘી રાખીને સારી રીતે ઘસો. 7-8 મિનિટ પછી તેને સૂંઘીને જુઓ. જો શુદ્ધ હશે તો સુગંધ આવશે અને જો સુગંધ ન આવે તો સમજો કે નકલી છે.
3-4 ચમચી ઘી ને ધીમા તાપે ઉકાળો. એકવાર ઊકાળ્યા પછી તેને 24 કલાક માટે અલગ રાખી દો. જો તે પછી પણ તેની સુગંધ આવે છે તો તે દાણેદાર દેખાશે અને તો સમજો કે તે અસલી છે બાકી તે નકલી છે.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઘી ઉમેરો. ઘી પાણીની ઉપર તરવા લાગે તો તે અસલી છે અને નીચે બેસી જાય તો ધી નકલી હોય શકે છે.
દૂધમાં ભેળસેળ છે કે નહી તેની ઓળખ કરવી સરળ છે
દૂધમાં પાણીની ભેળસેળ ચેક કરવા માટે તમારી આંગળીનાં ટેરવે દૂધનું એક ટિપુ લો, તેને વહેવા દો. જો તે ઝડપથી વહી જાય છે તો સમજી લો કે તેમાં વધુ પાણી મિક્સ થયેલુ છે. દૂધ જો રોકાયેલુ રહે છે કે પછી ધીમે-ધીમે વહે છે તો તેમાં ઓછુ પાણી મિક્સ કર્યુ છે અથવા તો નહિવત પ્રમાણમાં પાણી મિક્સ કર્યુ છે.
દૂધમાં સ્ટાર્ચ હંમેશા મિક્સ કરવામાં આવે છે. તેની તપાસ કરીને એક ચમચી દૂધ લો. તેમાં બે ચમચી નમક મિક્સ કરી લો. ભેળસેળ થવા પર તે વાદળી થઈ જશે. જો દૂધ અસલી હશે તો દૂધનો રંગ બદલાશે નહી.
અડધી ચમચી દૂધમાં સોયાબીન પાવડર મિક્સ કરો. 5 મિનિટ પછી લિટમસ પેપરને 30 સેકન્ડ માટે તેમાં ડૂબાડો. જો પેપરનો રંગ વાદળી થઈ જાય તો તેમાં યૂરિયાની ભેળસેળ થયેલી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.