તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The PPF Account Can Be Maintained Indefinitely, You Can Extend It For 5 Years After The Maturity Period Of 15 Years.

ફાયદાની વાત:PPF અકાઉન્ટને અનિશ્ચિત સમય માટે ચાલુ રાખી શકાય છે, 15 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ બાદ 5 વર્ષ માટે તેને તમે એક્સટેન્શન કરી શકો છો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)નો મેચ્યોરિટી પિરિઅડ 15 વર્ષનો રહે છે. પરંતુ એવું નથી કે 15 વર્ષ બાદ તમારે તમારા પૈસા ઉપાડીને ખાતું બંધ કરવું પડે. રોકાણકાર માટે ખાતું બંધ કરવું જરૂરી નથી. તમે તેને 5-5 વર્ષમાં અનિશ્ચિત સમયગાળા માટે લંબાવી શકો છો. 15 વર્ષ બાદ તમે તમારા અકાઉન્ટને બે રીતે આગળ લંબાવી શકો છો.

પહેલી રીતઃ ફ્રેશ ડિપોઝિટ સાથે અકાઉન્ટને એક્સટેન્શન કરી શકો છો
અકાઉન્ટ મેચ્યોર થયા બાદ તમે તમારા અકાઉન્ટને 5 વર્ષ માટે લંબાવી શકો છો. PPF અકાઉન્ટ એક્સટેન્શન માટે તમારે એક વર્ષની અંદર ફોર્મ સબમિટ કરવું પડશે. તેના માટે મેચ્યોરિટી પૂરી થવાના એક વર્ષ પહેલા અકાઉન્ટને એક્સટેન્શન કરવું પડશે. આ 5 વર્ષ દરમિયાન જરૂર પડવા પર તમે પૈસા પણ ઉપાડી શકો છો.

બાળકોના નામે PPF અકાઉન્ટ ખોલાવતા પહેલા જાણો તેમાં કેટલા પૈસાનું રોકાણ કરી શકાય છે

બીજી રીત : ફ્રેશ ડિપોઝિટ વગર પણ અકાઉન્ટ એક્સટેન્શન કરી શકો છો
PPF અકાઉન્ટ મેચ્યોર થયા બાદ પણ એક્ટિવ રહે છે. જો તમે ઉપરોક્ત વિકલ્પ પસંદ નથી કરતા તો આપમેળે તમારા PPF મેચ્યોરિટીની તારીખ 5 વર્ષ માટે લંબાઈ જાય છે. તેમાં કોઈ પેપરવર્કની જરૂર નથી પડતી. તેમાં તમારે કોઈપણ પ્રકારનું યોગદાન કરવાની જરૂર નથી રહેતી, અને તમને વ્યાજ મળતું રહે છે. બંને વિકલ્પમાં તમે ગમે એટલા વર્ષો માટે રોકાણ કરી શકો છો.

50 રૂપિયા દંડ ભરીને બંધ પડેલું PPF અકાઉન્ટ ફક્ત 550 રૂપિયા ભરીને ફરી ચાલુ કરાવો, સરળતાથી લોન મળી જશે

PPF પર ટેક્સ છૂટનો લાભ મળે છે
PPF EEEની શ્રેણીમાં આવે છે. એટલે કે યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. તે ઉપરાંત આ યોજનામાં રોકાણથી મળેલા વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર કોઈપણ પ્રકારનો ટેક્સ નથી આપવો પડતો. તેમાં ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે.

પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં અકાઉન્ટ ખોલાવી શકાય છે
એક PPF અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં તમારા નામે અથવા સગીર નામે ખોલાવી શકાય છે. જો કે, નિયમો અનુસાર, હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF)ના નામે એક PPF અકાઉન્ટ ઓપન નથી કરાવી શકાતું.