એરટેલ vs જિયો vs Vi:આ પ્લાનમાં દરરોજ 3GB હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે ઘણી સુવિધા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરટેલ અને જિયોના દરરોજ 3GB ડેટાવાળા 3-3 પ્લાન છે
  • Vi 449 અને 699 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 4GB ડેટા આપી રહ્યો છે

જો તમને દરરોજ વધારે ડેટાની જરૂર હોય તો એરટેલ, જિયો અને Viના ઘણા એવા પ્લાન છે જેમાં તમને ફ્રી કોલિંગની સાથે વધારે ડેટાની સુવિધા પણ મળશે. આ પ્લાનમાં તમને 3GB અથવા તેનાથી વધારે હાઈ-સ્પીડ ડેટા દરરોજ મળશે. તેમાં ઘણા પ્લાનમાં તમને Zee5 અને Disney+Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. જાણો આ પ્લાન્સ વિશે...

એરટેલના પ્લાન
398 રૂપિયાનો પ્લાન

આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. તેમાં તમને 3GB દરરોજ મળે છે. તેમાં યુઝર્સને Zee5નું સબસ્ક્રિપ્શન પણ મળે છે. તે ઉપરાંત એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટીની સાથે Shaw એકેડમીના ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગની ખરીદી પર 150 રૂપિયાનું કેશબેક પણ મળશે.

448 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની માન્યતા 28 દિવસની છે. આ પ્લાનની સાથે Disney+Hotstar VIP સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 100 SMSની સાથે આવે છે. તેમાં તમને 3GB ડેટા દરરોજ મળે છે. તે ઉપરાંત એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિટિડીની સાથે Shaw એકેડમીના ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગની ખરીદી પર 150 રૂપિયાનું કેશબેક પણ મળશે.

558 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 3GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 100SMSની સુવિધા મળે છે. તેમાં યુઝર્સને Zee5નું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનની માન્યતા 56 દિવસની છે. તે ઉપરાંત એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની માન્યતાની સાથે Shaw એકેડમીના ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગની ખરીદી પર 150 રૂપિયાનું કેશબેક પણ મળશે.

જિયો પ્લાન
349 રૂપિયાનો પ્લાન
28 દિવસની વેલિટિડીવાળા આ પ્લાનમાં તમને જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે, તેમજ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 નોન જિયો મિનિટ મળશે. આ પ્લાનમાં પ્રતિ દિવસ 3GB ડેટા અને 100SMSની સુવિધા મળે છે. તે ઉપરાંત આ પ્લાનમાં જિયોની પ્રીમિયમ એપ્સને ફ્રીમાં ઉપયોગ કરી શકાશે.

401 રૂપિયાનો પ્લાન
401 રૂપિયાના 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં જિયો તેના ગ્રાહકોને 90GB ડેટા ઓફર કરી રહ્યું છે. એટલે કે દરરોજ 3GB ડેટા ઉપરાંત કુલ 6GB વધારાનો ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલિંગની સાથે જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાનમાં યુઝર્સને 399 રૂપિયાની કિંમતનું એક વર્ષનું Disney +Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.

999 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝરને 84 દિવસ સુધી દરરોજ 3GB ડેટાની સુવિધા મળશે. ડેટા ઉપરાંત આ પ્લાનમાં તમને જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ મળશે. તે ઉપરાંત દરરોજ 100SMSની પણ સુવિધા ઉપલબ્ધ છે. અન્ય તમામ રિલાયંસ જિયો પ્લાન્સની જેમ આ જિયો પ્લાનની સાથે પણ યુઝરને જિયો સિનેમા સહિત અન્ય જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે.

Vi (વોડાફોન-આઈડિયા)
405 રૂપિયાનો પ્લાન
28 દિવસની વેલિટિડીની સાથે આવતા આ પ્લાનમાં તમને કુલ 90GB ડેટા મળશે. તે ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજ 100SMS પણ મળશે. તેમાં કંપની 1 વર્ષનું ફ્રી Zee5 પ્રીમિયમ એક્સેસ ઉપરાંત તેમાં યુઝર્સને Vi મૂવી એન્ડ ટીવીનું પણ એક્સેસ મળશે.

449 રૂપિયાનો પ્લાન
56 દિવસની વેલિટિડીની સાથે આવતા Viના આ પ્લાનમાં તમને દરરોજ 4GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજ 100SMS પણ મળશે. તેમાં યુઝર્સને Vi મૂવી એન્ડ ટીવીનું પણ એક્સેસ આપવામાં આવશે.

699 રૂપિયાનો પ્લાન
84 દિવસના આ પ્લાનની સાથે ડબલ ડેટા બેનિફિટ્સ ઓફર મળવાને કારણે દરરોજ 4GB ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોયસ કોલિંગનો લાભ મળે છે. તે ઉપરાંત ફ્રી નેશનલ રોમિંગ અને પ્રતિ દિવસ 100 ફ્રી નેશનલ SMS મળે છે. તેમાં યુઝર્સને Vi મૂવી એન્ડ ટીવીનું એક્સેસ આપવામાં આવે છે.