• Gujarati News
  • Utility
  • The PG NEET Counseling Process Will Start From January 12, Click Here For The Latest Update

NEET PG કાઉન્સિલિંગ:PG NEET કાઉન્સિલિંગની પ્રોસેસ 12 જાન્યુઆરીથી શરૂ થશે, લેટેસ્ટ અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટના નિર્ણય પછી મુખ્ય નોટિસ જાહેર કરવામાં આવી

PG NEET કાઉન્સિલિંગની પ્રોસેસ 12 જાન્યુઆરી 2022થી શરૂ થઈ જશે. ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, રેસિડેન્ટ ડૉક્ટર્સને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ખાતરી પ્રમાણે, માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ બાદ MCC દ્વારા NEET-PG કાઉન્સિલિંગ 12 જાન્યુઆરી 2022થી શરૂ કરવામાં આવી રહી છે. તેનાથી દેશને કોરોના સામેની લડાઈમાં વધુ તાકાત મળશે.

કોર્ટના નિર્ણય પછી મુખ્ય નોટિસ જાહેર કરવામાં આવી
અગાઉ NEET એડમિશનમાં આરક્ષણ અંગે શુક્રવારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી મેડિકલ કાઉન્સિલિંગ કમિટિ (MCC)એ મુખ્ય નોટિસ જાહેર કરી હતી. તેમાં MCCએ ઉમેદવારોને સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે જણાવ્યું હતું. સાથે ખાતરી આપી હતી કે કાઉન્સિલિંગનું નવું શિડ્યુઅલ ટૂંક સમયમાં વેબસાઈટ mcc.nic.in પર મૂકવામાં આવશે.

MCC ઓલ ઈન્ડિયા ક્વોટા સીટોમાં NEET UG પ્રવેશ પરીક્ષા 2021 માટે 15 ટકા અને NEET PG પ્રવેશ 2021 માટે 50 ટકા સીટો પર ઓનલાઈન કાઉન્સિલિંગ આયોજીત કરશે. UG અને PG બંને સ્તરો માટે બાકીની બેઠકો માટે સીટો (સ્ટેટ ક્વોટા)માં રાજ્યવાર કાઉન્સિંલિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું છે.

રજિસ્ટ્રેશન માટે આ પ્રોસેસ ફોલો કરો

  • NEET PG 2021ના કાઉન્સિલિંગ માટે mcc.nic.in પર જવું. રજિસ્ટ્રેશન કરવા માટે, ઉપલબ્ધ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • નામ, ડેટ ઓફ બર્થ, રોલ નંબર, NEET PG 2021 રજિસ્ટર્ડ કોડ, સુરક્ષા કોડ જેવી ડિટેલ આપવી પડશે. ડિટેલ વેરિફાય કરો અને જમા કરી દો. NEET PG કાઉન્સિલિંગ માટે લોગ ઈન ક્રેડેન્શિયિલ જનરેટ થશે.
  • લોગ ઈન કર્યા પછી પર્સનલ ડિટેલ જેમ કે માતા-પિતાની માહિતી, સંપર્ક માહિતી, શ્રેણી અને રાષ્ટ્રીયતા દાખલ કરો. NEET PG ડિટેલ જેમ કે અરજીની સંખ્યા અને રોલ નંબર દાખલ કરો.
  • NEET PG 2021ના કાઉન્સિલિંગ માટે કેટેગરી પ્રમાણે રજિસ્ટ્રેશન ફી જમા કરો. તેની રજિસ્ટ્રેશન સ્લિપ ફી પછી તૈયાર થશે. રજિસ્ટ્રેશન સ્લિપ ડાઉનલોડ કરો અને સ્લિપની પ્રિન્ટઆઉટ લઈને રાખો.