તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • The PF Will Earn A Lump Sum Interest Of 8.5 Per Cent, Which Will Be Credited To The Account By Tomorrow

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા વર્ષ પહેલા ભેટ:PF પર 8.5 ટકા એક સામટું વ્યાજ મળશે, આવતીકાલ સુધી ખાતામાં જમા કરવામાં આવશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડિસેમ્બર સુધી 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી
 • વ્યાજ દર સંબંધિત પ્રસ્તાવ પર શ્રમ અને નાણા મંત્રાલયની આ અઠવાડિયે બેઠક થઈ હતી

સરકારની તરફથી કર્મચારીઓ માટે નવા વર્ષ પહેલા એક સારા સમાચાર છે. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ પર 8.5 ટકા એક સામટું વ્યાજ આપવાના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. શક્ય છે કે આ વ્યાજની રકમ આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બર 2020 સુધી કર્મચારીઓના ખાતામાં આવી જશે. પહેલા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ વ્યાજ 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ અઠવાડિયે શ્રમ અને નાણા મંત્રાલયની બેઠકમાં મંજૂરી મળી
સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ને એક સમાટું 8.5 ટકા વ્યાજ આપવાની મંજૂરી નાણા મંત્રાલયે આપી દીધી છે. તેમણે જણાવ્યું કે, ‘વ્યાજ દર સંબંધિત પ્રસ્તાવ પર આ અઠવાડિયે શ્રમ અને નાણા મંત્રાલયની બેઠક થઈ હતી. નાણા મંત્રાલયે કેટલાક જોખમી રોકાણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કેટલીક વિગતો માગી હતી. પરંતુ તેને વ્યાજ દરની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.’

8.15 ટકા અને 035 ટકાના બે હપ્તા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી
આ વર્ષે માર્ચમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ EPF પર નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો. સપ્ટેમ્બરમાં તેને કોવિડ-19ના કારણે જે પરિસ્થિતિ હતી તેને ધ્યાનમાં રાખીને 8.5 ટકાના બે હપ્તામાં આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. EPFOએ પ્રસ્તાવમાં કહ્યું હતું કે 8.15 ટકાવાળા હપ્તા તાત્કાલિક છ કરોડ કર્મચારીઓના ખાતામાં જમા કરી દેવામાં આવે અને બાકીના 0.35 ટકા રકમ 31 ડિસેમ્બર પહેલાં જમા કરાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો