• Gujarati News
 • Utility
 • The Patient Came From Abroad, WHO Said Risk To Anyone Who Comes In Contact With The Patient, Not Just Gay Sex

કેરળમાં મંકીપોક્સથી મોત:વિદેશથી આવ્યો હતો દર્દી, WHOએ કહ્યું- માત્ર ગે સેક્સથી જ નહીં, જે પણ દર્દીના સંપર્કમાં આવે છે તેને જોખમ

17 દિવસ પહેલા

ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સના 5 કેસ નોંધાયા છે. કર્ણાટકનાં આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે પુષ્ટિ કરી છે, કે કેરળમાં મંકીપોક્સથી એક મૃત્યુ નોંધાયું છે. મૃતકની ઉંમર 22 વર્ષની હતી, તે UAEથી ઘરે પરત ફર્યો હતો. UAE છોડવાનાં એક દિવસ પહેલાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મંકીપોક્સને હજુ સુધી પણ લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યાં. દેશમાં થયેલ પહેલા મૃત્યુ પછી આ બીમારી અંગે જાગૃત થવું જરુરી છે. મંકીપોક્સથી મૃત્યુ થવાની સંભાવના કેટલી છે? આ અંગે ભોપાલનાં માહિતી નિષ્ણાત CMHO ડૉ. પ્રભાકર તિવારી અને ફોર્ટિસ હોસ્પિટલનાં ઈન્ટરનલ મેડિસિનનાં ડિરેક્ટર ડૉ. આર.વી.એસ.ભલ્લા પાસેથી જાણવા મળશે.

પ્રશ્ન-1: શું UAEથી મંકીપોક્સનો જે પહેલો કિસ્સો આવ્યો હતો, તે જ વ્યક્તિનું મૃત્યુ થયું હતું?
જવાબ: ના, આ નવો કેસ છે. આ કેરળમાં અગાઉ મળી આવેલ ત્રણ કેસોથી અલગ છે. પહેલાનાં ત્રણ કેસમાંથી એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને બાકીનાં બે દર્દીઓની હાલત હજુ પણ નાજુક છે.

પ્રશ્ન-2: થોડાં દિવસો પહેલાં દિલ્હીમાં એક કેસ સામે આવ્યો હતો ? શું તે વ્યક્તિ પણ વિદેશથી આવ્યો હતો?
જવાબ: દિલ્હીનો કેસ કેરળનાં તમામ કેસ કરતાં અલગ હતો. દિલ્હીમાં મંકીપોક્સનો ભોગ બનેલ દર્દી ક્યારેય વિદેશ ગયો ન હતો.

પ્રશ્ન: મંકીપોક્સનાં લક્ષણો શું છે?
જવાબ: આ મંકીપોક્સનાં લક્ષણો છે.

 • તાવ
 • શરીરમાં દુખાવો
 • ઠંડી લાગવી
 • થાક અને આળસ
 • સ્નાયુમાં દુખાવો
 • તાવ દરમિયાન ઘણી બધી ખંજવાળની ફોલ્લીઓ બહાર આવી શકે છે.
 • ચહેરા, હાથ અને શરીરનાં બાકીનાં ભાગો પર પણ ફોલ્લીઓ આવી શકે છે.

સંદર્ભ: ડૉ. પ્રભાકર તિવારી, માહિતી નિષ્ણાત, CMHOભોપાલ

પ્રશ્ન-3: કેરળમાં મૃત્યુ પામનાર દર્દી કોણ હતો? તેની મેડિકલ હિસ્ટ્રી શું હતી?
જવાબ: દર્દી ત્રિશુરનાં પુન્નીયુરનો રહેવાસી હતો. UAEથી પરત ફર્યા બાદ 22 વર્ષીય યુવકને ત્રિશુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. તે 22 જુલાઈએ કેરળ પહોંચ્યો હતો અને તાવ આવ્યા બાદ 26 જુલાઈએ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. ત્યારબાદ તેને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હતો. કેરળનાં આરોગ્ય વિભાગે તેનાં સેમ્પલ્સ અલાપ્પુઝા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની કેરળ શાખામાં મોકલ્યા હતાં.

મંકીપોક્સનાં સ્ટ્રેન પર એક નજર નાખો
આનાં બે સ્ટ્રેન છે...

 • કાન્ગો સ્ટ્રેન
 • વેસ્ટ આફ્રિકન સ્ટ્રેન

કાંગો સ્ટ્રેન વેસ્ટ આફ્રિકન સ્ટ્રેન કરતાં વધુ ઘાતક છે. આ સ્ટ્રેનમાં મૃત્યુદર 10 ટકા છે. વેસ્ટ આફ્રિકન સ્ટ્રેનનો મૃત્યુદર કાંગો કરતાં 1 ટકા ઓછો છે.

પ્રશ્ન-4: શું મૃત્યુનું કારણ મંકીપોક્સ છે?
જવાબ: મૃત્યુનું કારણ શું છે? તે પહેલાં જાણી શકાયું ન હતું. મોતનું સાચું કારણ જાણ્યા બાદ એ વાતની પુષ્ટિ થઈ કે યુવકનાં મોતનું સાચું કારણ મંકીપોક્સ હતું. દર્દીમાં ઈન્સેફેલાઈટિસ અને થાકનાં લક્ષણો પણ હતા.

પ્રશ્ન-5: મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલાં લોકોનાં મોત થયાં છે?
જવાબ: મે મહિનાથી લઈને અત્યાર સુધી દુનિયાનાં 78 દેશોમાં મંકીપોક્સના 20 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ મોત આફ્રિકામાં થયા છે. અહીં 75થી વધુ લોકોનાં મોત થયા છે. બ્રાઝિલમાં એક અને સ્પેનમાં બે મંકીપોક્સનું મોત થયું છે.

મંકીપોક્સ સામે રક્ષણ મેળવવા માટે આરોગ્ય મંત્રાલયની આ 8 ગાઈડલાઈન

 • તમામ આરોગ્યકેન્દ્રો એવા લોકો પર ચાંપતી નજર રાખે છે, જેમનાં શરીરમાં ફોલ્લીઓ દેખાય છે.
 • જે લોકો છેલ્લાં 21 દિવસમાં મંકીપોક્સ સ્પેકેટેડ દેશોની યાત્રા કરી ચૂક્યા છે તેમનાં પર નજર રાખો.
 • જ્યાં સુધી દર્દીનાં શરીરમાં રહેલ ફોલ્લીઓમાંથી પોપડી નીકળી ના જાય ત્યાં સુધી શંકાસ્પદ કેસને આરોગ્યસંભાળ સુવિધામાં અલગ રાખવામાં આવશે.
 • મંકીપોક્સનાં શંકાસ્પદ દર્દીઓનાં લોહીનાં નમૂનાઓ પરીક્ષણ માટે NIVપુણે મોકલવામાં આવશે.
 • જો કોઇ પોઝિટિવ કેસ જણાશે તો તરત જ કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવશે.
 • વિદેશથી આવતાં મુસાફરોએ એવા લોકોનાં સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ કે, જે ચામડીની બીમારીથી પીડાતાં હોય.
 • મુસાફરોએ પણ ઉંદરો, ખિસકોલી, વાંદરાઓ સહિતનાં જીવંત અને મૃત વન્ય પ્રાણીઓનાં સંપર્કમાં આવવું જોઈએ નહીં.
 • ક્રીમ, લોશન અને પાવડર જેવાં આફ્રિકન જંગલી પ્રાણીઓમાંથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો.

WHO પહેલેથી જ કહી રહ્યું છે, કે ગે પુરુષોને મંકીપોક્સ ચેપ લાગવાની સંભાવના વધારે છે અથવા જે પુરુષ બીજાં પુરુષ સાથે સંબંધ ધરાવે છે તેને મંકીપોક્સ થવાનો ખતરો વધારે રહે છે. જેને લઈને LGBTQ સમુદાયમાં હલચલ મચી ગઈ હતી. હવે નવી હેલ્થ એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું છે, કે એ જાણવું જરૂરી છે કે મંકીપોક્સનું જોખમ માત્ર પુરુષો સાથે સેક્સ કરનારાં પુરુષો પૂરતું મર્યાદિત નથી. કોઈપણ વ્યક્તિ, જે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં હોય છે, તેને મંકીપોક્સ થવાનું જોખમ વધારે રહે છે.