દરેક વ્યક્તિને પોતાના જીવનમાં અલગ-અલગ પ્રકારની અપેક્ષા હોય છે. તમે ક્રિકેટની જ વાત કરી લો. આખો દેશ ગઈકાલ સુધી એવી અપેક્ષા રાખીને બેઠું હતું કે, આ વખતે ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં જશે અને વર્લ્ડકપની ટ્રોફી લઈને આવશે પણ ઈંગ્લેન્ડ સામે મળેલી કારમી પરાજયે લાખો ચાહકોની આ અપેક્ષાને તોડી નાખી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર લોકો નિરાશ થઈને પોસ્ટ કરી રહ્યા છે. ક્રિકેટ સિવાય પણ જીવનમાં એવી ઘણી બાબતો છે કે, જે તમારી હાઈ એક્સપેકટેશન એટલે કે વધુ પડતી આશાને એક જ ક્ષણમાં ચકનાચૂર કરી નાખે છે. અપેક્ષા તૂટવાનો આ અનુભવ તમારા સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થશે. ક્યારે અને કેવી રીતે? એ જાણવા માટે નીચેનાં ગ્રાફિક્સ વાંચો અને બીજાને શેર પણ કરો.
હવે આ પ્રશ્નોનાં જવાબ પણ જાણી લો-
પ્રશ્ન- આપણે કઈ પરિસ્થિતિમાં આશા રાખવી જોઈએ નહી?
જવાબ- એવું નથી કે, આપણે ક્યારેય કોઈ બાબતને લઈને આશા રાખવી જોઈએ નહી પણ આપણે એક લિમિટેશન બાંધવી જોઈએ કે, આપણે કોઈ બાબતને લઈને કેટલી હદ સુધી આશા રાખવી જોઈએ? તમારે કોઈપણ બાબત સાથે એટલી જ આશા રાખવી કે, જે તૂટે તો તમે તમારી જાતને સંભાળી શકો. આશા તૂટ્યા પછી નિરાશામાં ન ગરકાવ થઈ જાવ કે તમે ડિપ્રેશનનાં શિકાર ન બનો.
પ્રશ્ન- જ્યારે આપણે કોઈ બાબત પર પ્રતિક્રિયા આપીએ તો તેની અસર આપણી આસપાસનાં લોકો પર પણ થાય છે?
જવાબ- હા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.