• Gujarati News
  • Utility
  • The Opportunity To Shop At A Cheaper Price On Amazon Flipkart; Items Can Be Booked For Just Rs 1, Find Out The Full Details Here

સપ્ટેમ્બરનો સૌથી મોટો સેલ:એમેઝોન-ફ્લિપકાર્ટ પર સસ્તી કિંમતે શોપિંગ કરવાની તક; ફક્ત 1 રૂપિયામાં કોઈપણ વસ્તુનું બુકિંગ કરી શકાશે, અહીં જાણો સંપૂર્ણ વિગતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ 18થી 20 સપ્ટેમ્બર સુધી ચાલશે
  • એમેઝોન હેપ્પી સેવિંગ ડેઝ સેલ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે

દિગ્ગજ ઇ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અને ફ્લિપકાર્ટ બમ્પર ડિસ્કાઉન્ટની સાથે તેમનો સેલ શરૂ કરી રહી છે. જો તમે સસ્તી કિંમતે ઘરની વસ્તુઓ ખરીદવા માગતા હો, તો તમારા માટે આ સેલ માટે એક વિશેષ તક સાબિત થઈ શકે છે. આ વેબસાઈટ્સ પર તમને ફેશનેબલ ઈલેક્ટ્રોનિક્સ આઈટમની સાથે અન્ય વસ્તુ મળી શકે છે. હકીકતમાં, તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે ફેસ્ટિવ સિઝનમાં લોકોને આકર્ષવા માટે ઈ-કોમર્સ કંપનીઓ સપ્ટેમ્બર મહિનામાં સેલ શરૂ કરી રહી છે. ફેશન, ગેજેટ્સ અને ઘરેલુ વસ્તુઓ સહિતની તમામ કેટેગરીમાં ભારે છૂટ મળશે.

જાણો સપ્ટેમ્બર મહિનામાં ઇ-કોમર્સના ટોપ સેલ્સ વિશે

  • ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ ફ્લિપકાર્ટ પર 18 સપ્ટેમ્બરથી બિગ સેવિંગ ડેઝ સેલની શરૂઆત થવા જઈ રહી છે. આ સેલ 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. 3 દિવસ સુધી ચાલનાર આ સેલમાં ઘણાં ડિસ્કાઉન્ટ અને શાનદાર ઓફર્સ આપવામાં આવશે. આ દરમિયાન ગ્રાહકોને મોબાઈલ, ટીવી, એક્સેસરીઝ, ટેબલેટ, અને બીજી ઈલેક્ટ્રોનિક આઈટેમની ખરીદી પર ભારે છૂટ આપવામાં આવશે.
  • 1 રૂપિયામાં પ્રી-બુકિંગ કરી શકશો ફ્લિપકાર્ટ પોતાના બિગ સેવિંગ ડેઝ સેલ પર ગ્રાહકને 1 રૂપિયામાં કોઈપણ વસ્તુની પ્રી-બુકિંગ કરવાની ઓફર પણ આપે છે. આ પ્રી-બુક ઓફર 15 સપ્ટેમ્બર અને 16 સપ્ટેમ્બર માટે છે. SBI કાર્ડ યુઝર્સ EMI અને કાર્ડ્સ દ્વારા થતાં ટ્રાન્ઝેક્શન પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે. ​​​​​​​
  • આ પ્રોડક્ટ્સ પર મળશે ડિસ્કાઉન્ટ બિગ સેવિંગ ડેઝ દરમિયાન ટીવી અને હોમ એપ્લાયન્સિસ, મોબાઈલ ફોન અને ટેબલેટ, વાયરલેસ માઉસ, કીબોર્ડ, પાવર બેંક, કેબલ, હેડફોન સહિત અન્ય એક્સેસરીઝ પર ભારે છૂટ મળશે. જો કે, કંપનીએ હજી સુધી સેલમાં વેચાયેલા પ્રોડક્ટ્સની માહિતી જાહેર નથી કરી. બિગ સેવિંગ સેલમાં 3 કરોડથી વધુ ઈલેક્ટ્રોનિક અને એક્સેસરીઝ વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. મોબાઈલ ફોન, ટીવી, એપ્લાયન્સિસ, અને ટેબલેટને નો-કોસ્ટ EMI, કાર્ડલેસ ક્રેડિટ અને એક્સચેન્જ ઓફરની સાથે ખરીદી શકાશે. ​​​​​​​
  • એમેઝોન હેપ્પી સેવિંગ ડેઝ એમેઝોન હેપ્પી સેવિંગ ડેઝ સેલ આ મહિનામાં શરૂ થવા જઈ રહ્યો છે. એમેઝોન ઈન્ડિયાએ ખુલાસો કર્યો છે કે, તેઓ સપ્ટેમ્બર સુધીમાં યોજાનારા સેલમાં મેગા ડિસ્કાઉન્ટ રજૂ કરશે. હેપ્પી સેવિંગ ડેઝ સેલ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે.

ઈ-કોમર્સ કંપનીઓ ઘણી કેટેગરીમાં વિવિધ પ્રોડક્ટ્સ પર ભારે છૂટ આપશે. લેપટોપ, સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સિસ સહિત અન્ય કેટેગરીની વસ્તુઓ સસ્તી કિંમતે ખરીદી શકાશે.

અન્ય સમાચારો પણ છે...