• Gujarati News
  • Utility
  • The NTA Has Changed The Exams For The Third Session, Now The Exams Will Be Held From July 20 To 27

JEE Main 2021:NTAએ ત્રીજા સેશનની પરીક્ષામાં ફેરફાર કર્યા, હવે 20થી 27 જુલાઈ દરમિયાન એક્ઝામ લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પરીક્ષા માટે 7,09,519 કેન્ડિડેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું
  • દેશ-વિદેશમાં કુલ 334 એક્ઝામ સેન્ટર પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE Main 2021ના ત્રીજા સેશનની પરીક્ષામાં ફેરફાર કર્યો છે. એજન્સીએ પહેલાં જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, એન્ટ્રન્સ એક્ઝામ 20 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન યોજાવાની હતી. પણ હવે નવા શેડ્યુલ પ્રમાણે, આ પરીક્ષા 20,22, 25 અને 27 જુલાઈ 2021ના રોજ લેવામાં આવશે. એજન્સીએ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે.

એડમિટ કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે
કેન્ડિડેટ્સ પોતાનો એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થની મદદથી પોતાનું એડમિટ કાર્ડ jeemain.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકે છે. આ વખતે કેન્ડિડેટ્સને પોસ્ટમાં એડમિટ કાર્ડ મોકલવામાં નહીં આવે. કેન્ડિડેટ્સ ઓનલાઈન જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

7,09,519 કેન્ડિડેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું
રિપોર્ટ પ્રમાણે, JEE Main 2021ના ત્રીજા સેશન માટે કુલ 7,09,519 કેન્ડિડેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પરીક્ષા માટે દેશ-વિદેશમાં કુલ 334 એક્ઝામ સેન્ટર બનાવ્યા છે. ત્રીજા સેશનની એક્ઝામ માત્ર પેપર-1 B.E./B.Tech માટે જ લેવામાં આવશે. 2A B.Arch અને પેપર 2Bનાં પ્લાનિંગ માટે વિદ્યાર્થીઓએ ચોથા સેશનમાં સામેલ થવું પડશે. આ એક્ઝામ 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવાશે.