• Gujarati News
  • Utility
  • The New Academic Session Will Study B.Tech In 11 Regional Languages Including Hindi, AICTE Has Hired 14 Engineering Colleges In 8 States.

AICTEનો મોટો નિર્ણય:નવા એકેડમિક સેશનમાં હિન્દી સહિત 11 રીજનલ ભાષામાં B.Techનો અભ્યાસ થશે, AICTEએ 8 રાજ્યોની 14 એન્જિનિયરિંગ કોલેજને મંજૂરી આપી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ આ લેન્ગવેજ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ જેવી 6 બ્રાંચ માટે અવેલેબલ છે
  • આ ભાષામાં હિન્દી, મરાઠી, તમિળ, તેલુગુ, કન્નડ, ગુજરાતી, મલયાલમ, બંગાળી, આસામી, પંજાબી અને ઉડિયા સામેલ છે

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપેલી જાણકારી પ્રમાણે, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)એ 11 કરીજનલ ભાષામાં B.Techના સિલેબસને મંજૂરી આપે છે. આ હેઠળ 8 રાજ્યોની 14 એન્જિનિયરિંગ કોલેજમાં રીજનલ લેન્ગવેજમાં અભ્યાસ કરાવવામાં આવશે. આ ભાષામાં હિન્દી, મરાઠી, તમિળ, તેલુગુ, કન્નડ, ગુજરાતી, મલયાલમ, બંગાળી, આસામી, પંજાબી અને ઉડિયા સામેલ છે.

6 સિલેક્ટેડ કોર્સમાં અભ્યાસ થશે
AICTEની મજૂરી પછી હવે ઉત્તર પ્રદેશના ચાર, રાજસ્થાનની 2, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડની 11 ઇન્સ્ટિટ્યુટમાં હિન્દીમાં કોર્સ ઓફર કરવામાં આવશે. આંધ્ર પ્રદેશ, મહારષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની કોલેજમાં તેલુગુ, મરાઠી, બંગાળી અને તમિળમાં B.Tech કરી શકાશે. હાલ આ લેન્ગવેજ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ જેવી 6 બ્રાંચ માટે અવેલેબલ છે.

આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, AICTEએ 11 રીજનલ લેન્ગેવેજમાં B.Tech કોર્સને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અલગ-અલગ ભાષા જાણતા વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે આ મહત્ત્વના નિર્ણય પર ભાર આપે છે.

શિક્ષણ મંત્રાલયે ગયા વર્ષે ઘોષણા કરી હતી
ગયા વર્ષે શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, દેશમાં ટેક્નિકલ એજ્યુકેશન ખાસ કરીને એન્જિનિયરિંગનો અભ્યાસ રીજનલ લેન્ગવેજમાં થઈ શકશે. આ એકેડમિક સેશન 2021-22થી લાગુ કરવામાં આવશે. મંત્રાલયને આશા હતી કે, IITs-NITs જેવી દેશની ટોપ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટ સૌપ્રથમ રીજનલ લેન્ગવેજમાં એન્જિનિયરિંગ કોર્સ ઓફર કરશે.