• Gujarati News
  • Utility
  • The National Testing Agency Will Open The Correction Window On Wednesday, Candidates Will Be Able To Modify The Application Form Till January 30.

JEE મેઈન 2021:નેશનલ ટેસ્ટિંગ એજન્સી બુધવારે કરેક્શન વિંડો ઓપન કરશે, ઉમેદવારો 30 જાન્યુઆરી સુધી એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરી શકશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે યોજાનારી JEE મેઈન 2021 પરીક્ષાના એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરવા માટે એપ્લિકેશન વિંડો આવતીકાલે, 27 જાન્યુઆરીથી ઓપન થશે. આવી સ્થિતિમાં જો ફોર્મ ભરતા સમયે તમારાથી કોઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો ઉમેદવારો 30 જાન્યુઆરી સુધી તેને સુધારી શકે છે. કરેક્શન માટે ઉમેદવારોએ jeemain.nta.nic.in દ્વારા સુધારો કરવો પડશે.

30 જાન્યુઆરી સુધી ઓપન રહેશે વિંડો
અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવીને 23 જાન્યુઆરી કરી છે. જ્યારે કરેક્શન વિંડો ઓપન કરવાની તારીખ પણ ફેરફાર કરીને 19 જાન્યુઆરીની જગ્યાએ 27 જાન્યુઆરી કરી દેવામાં આવી. આવી સ્થિતિમાં હવે ઉમેદવારો પહેલા સેશનની પરીક્ષા માટે ભરેલા ફોર્મમાં 30 જાન્યુઆરી સુધી સુધારો કરી શકશે.

આ દરમિયાન ઈન્ટરનેટ પર JEE મેઈનને લઈને એક નકલી વેબસાઈટ વાયરલ થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખતા એજન્સીએ વેબસાઈટની URL-jeeguide.co.in જાહેર કરીને ઉમેદવારોને સાવધાન રહેવાની સલાહ આપી છે.

13 ભાષાઓ ચાર વખત પરીક્ષા લેવામાં આવશે
આ વખતે એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આ વર્ષે આ પરીક્ષા હિન્દી સહિત 13 ભાષાઓમાં લેવામાં આવશે. તે ઉપરાંત પરીક્ષા પણ ચાર સેશનમાં થશે, જેના અંતર્ગત પહેલા સેશનની પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. ત્યારબાદ આ પરીક્ષા માર્ચ, એપ્રિલ, અને મે મહિનામાં આયોજીત થશે. ફેબ્રુઆરી સત્ર માટે JEE મેઈન 2021 એડમિટ કાર્ડ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઓનલાઈન મોડ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...