• Gujarati News
 • Utility
 • The Mother Has The Right To Decide, The Grandparents Cannot Object, Understand The Laws Relating To Surnames

બાળકને મળશે સાવકા પિતાની સરનેમ:માતાને નિર્ણય લેવાનો અધિકાર છે, દાદા-દાદી વિરોધ ન કરી શકે, સરનેમ સાથે જોડાયેલાં કાયદાને સમજો

15 દિવસ પહેલા

પહેલા પતિનાં મોત પછી બીજા લગ્ન કરનાર મહિલાઓ માટે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય-

 • જો આ મહિલા બીજા લગ્ન કરે છે તો તે તેના બાળકને બીજા પતિની સરનેમ આપી શકે છે
 • ડોક્યુમેન્ટસમાં બીજા પતિનું નામ ‘સાવકા પિતા’ તરીકે ઉમેરવું તે ક્રૂરતા અને મૂર્ખામી છે. તે બાળકનાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માનને અસર કરે છે.
 • પિતાનાં મૃત્યુ પછી બાળકની એકમાત્ર નેચરલ ગાર્ડિયન તેની માતા છે. સરનેમ એક હોવી પરિવારને એકજૂટ રાખવા માટે જરુરી છે.

શું છે આખી ઘટના?
આંધ્રપ્રદેશમાં એક મહિલાએ પોતાનાં પતિનાં મૃત્યુ પછી બીજા લગ્ન કરી લીધા હતાં. તે પોતાનાં બાળકોને બીજાં પતિની સરનેમ આપવા ઈચ્છતી હતી, પરંતુ પહેલા પતિનાં માતા-પિતા તેના વિરોધમાં હતા. મહિલાએ જ્યારે સરનેમ બદલવાની કોશિશ કરી તો પતિના પરિવારે પહેલા કેસ દાખલ કર્યો. મહિલાએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કોર્ટે આદેશ આપ્યો હતો કે બાળકની સરનેમમાં ફેરફાર ન કરવો જોઈએ અને રેકોર્ડમાં પણ બાળકના જૈવિક પિતાનું નામ બતાવો. છેવટે મહિલાએ સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યાં. સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટનાં નિર્ણયને પલટાવી દીધો.

આ બાળકનો કેસ છે તો આજે જરૂરિયાતના સમાચારમાં સૌથી પહેલાં વાત કરીએ ભારતમાં બાળક સાથે જોડાયેલ સરનેમનાં નિયમ વિશે-
પ્રશ્ન: સરનેમ એટલે શું?
જવાબ:
નામ પછી કુળ, જાતિ, જનજાતિ કે ઉપનામને અટક કહેવામાં આવે છે. ભારતીય અટક પાછળ કોઈ વિજ્ઞાન છુપાયેલું નથી. અહીં મોટાભાગે 6 પ્રકારની અટકો લખેલી છે-

 • જાતિનાં નામ પર બનેલી સરનેમ
 • કુળ અથવા આદિજાતિ પર આધારિત સરનેમ
 • કોઈ ઋષિનાં નામ પર બનેલી સરનેમ
 • કોઈ ઉપાધિનાં નામે રચાયેલી સરનેમ
 • કોઈ એક જગ્યાનાં નામ પર બનેલી સરનેમ
 • કોઈ વ્યવસાયનાં નામ પર બનેલી સરનેમ

બાળકની સરનેમ સાથે સંબંધિત કાનૂની અધિકારો
પ્રશ્ન: પતિ-પત્ની સાથે રહે અને બાળકનો જન્મ થાય તો તેને માતાની સરનેમ મળી શકે?
જવાબ:
હા, તેને માતાની અટક મળી શકે છે, પરંતુ જો માતા-પિતા બંને સંમત થાય તો જ બાળકને તેની માતાની સરનેમ મળી શકે છે.

સવાલ: પતિ-પત્નીના છૂટાછેડા થઈ ગયા હોય અને બાયોલોજિકલ પિતા હયાત હોય તો બાળકને કોની સરનેમ મળશે?
જવાબ:
છૂટાછેડાં બાદ જો કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવે કે બાળકની કસ્ટડી માતા પાસે જ રહેશે તો જ્યાં સુધી પિતાની સંમતિ ન હોય ત્યાં સુધી માતા પોતાની સરનેમ બાળકને આપી શકતી નથી એટલે કે પિતા આનો વિરોધ ન કરવો જોઈએ.

સવાલ: લિવ-ઈન રિલેશનશિપમાં જન્મેલા બાળકને કોની અટક મળશે?
જવાબ:
લિવ-ઈન રિલેશનશિપથી જન્મેલાં બાળકની અટક જૈવિક માતા-પિતા બંનેની સંમતિથી જ નક્કી કરી શકાય છે. સામાજિક રીતે બાળકને પિતાની અટક આપવામાં આવે છે.

પ્રશ્ન: વિધવા પત્નીનાં સંતાનને કોની સરમેન મળી શકે?
જવાબ:
જો મહિલા વિધવા હોય તો પોતાની મરજીથી બાળકને સરનેમ આપી શકે છે. કોઈને પણ તેનો વિરોધ કરવાનો અધિકાર નહીં હોય. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે પોતાનાં આદેશમાં એકદમ સ્પષ્ટ કરી દીધું છે, કે પિતા બાદ માતા જ બાયોલોજીકલ પેરેન્ટ છે. તેથી, વિધવા મહિલા પોતાની સરનેમ પોતાનાં બાળકને આપી શકે છે અને સાથે જ બાળકની સરનેમ આગળ શું હશે તે પણ તે પોતે જ નક્કી કરી શકે છે.

ઉપરનો કિસ્સો વાંચીને સ્પષ્ટ થાય છે, કે હવે જૈવિક પિતાનાં મૃત્યુ બાદ માતા બીજાં લગ્ન કરી રહી છે ત્યારે સાવકા પિતાની સરનેમ બાળકને પોતાની મરજીથી આપી શકે છે.

હવે વાત કરીએ લગ્ન બાદ મહિલાઓની અટક સાથે જોડાયેલાં કાનૂની અધિકારોની. આ માટે નીચેનાં ગ્રાફિક્સ વાંચો-

પ્રશ્ન: જો મહિલાઓ લગ્ન બાદ પોતાની અટક નથી બદલતી તો તેમને શું કરવાની જરૂર છે?
જવાબ:
લગ્નની નોંધણી કરાવવી જરુરી છે. તેના માટે ભારતમાં બે કાયદા છે. તમે બંનેમાંથી કોઈપણ કાયદા દ્વારા તમારાં લગ્નની નોંધણી કરાવી શકો છો.

 • પ્રથમ, હિન્દુ મેરેજ એક્ટ, 1955
 • બીજું, સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954

પ્રશ્ન: જો લગ્ન પછી સ્ત્રી પોતાની સરનેમ ન બદલે તો શું તેને વિદેશ ફરવા જવામાં તકલીફ નહીં પડે?
જવાબ:
વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી હતી, કે પાસપોર્ટ માટે મહિલાઓને પોતાનાં લગ્ન કે છૂટાછેડાનાં દસ્તાવેજ બતાવવાની જરૂર નથી. તે તેમનાં માતા-પિતાનાં નામનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે મુક્ત રહેશે.

જાણવા જેવું
ભારતનાં જુદાં-જુદાં રાજ્યોમાં અટકની પરંપરાઓ
સામાન્ય રીતે કોઇનાં પણ નામનાં બે ભાગ હોય છે. ફર્સ્ટ નેમ એ નામ હોય છે, જે જન્મ સમયે આપવામાં આવે છે (દા.ત. નરેન્દ્ર), લાસ્ટ નેમ (એટલે કે સરનેમ) જે તમારા પરિવારને મળે છે (દા.ત. મોદી). છોકરો હોય કે છોકરી બંનેનાં નામ આ રીતે નક્કી કરવામાં આવતા હતાં.

લગ્ન બાદ યુવતીનું છેલ્લું નામ પિતાનાં પરિવારને બદલે પતિના પરિવારનું જ રહેતું હતું એ વાત ચોક્કસ હતી, પરંતુ બદલાતાં સમયની સાથે કારકિર્દી, ઓળખ અને વિચારધારાને કારણે અનેક મહિલાઓએ સરનેમ બદલવાનું બંધ કરી દીધું હતું. દાખલા તરીકે અનુષ્કા શર્મા અને દીપિકા પદુકોણે લગ્ન બાદ પણ પોતાની સરનેમમાં કોઇ ફેરફાર કર્યો નથી.

ઘણી મહિલાઓએ હાઇબ્રિડ સિસ્ટમ અપનાવી હતી. જેમાં તે પિતા અને પતિ બંનેના પરિવારનું નામ રાખે છે, જેમ કે પ્રિયંકા ગાંધી વાડ્રા, હિલેરી રોહડમ ક્લિન્ટન, સોનમ કપૂર આહુજા. ભારતમાં કેટલાક અપવાદો છે જે અટક વિનાના છે. જેમ કે પ્રાણ, ધર્મેન્દ્ર, શ્રીદેવી. દક્ષિણનાં રાજ્યોમાં બીજો ટ્રેન્ડ છે. જેમાં મહિલાઓ પહેલા નામની જગ્યાએ પિતાનાં નામના પહેલા અક્ષરનો ઉપયોગ કરે છે અને છેલ્લું નામ મૂળ નામથી બદલવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે.જયલલિતાનાં નામમાં તેમનાં પિતા જયરામનાં નામનો પહેલો અક્ષર જે. એક બીજો ટ્રેન્ડ પણ છે. આવામાં મહિલાઓ લગ્ન બાદ પોતાનું છેલ્લું નામ કાઢીને પતિનું નામ અને સરનેમ બંને લગાવવા લાગે છે. જેમ કે, સ્મૃતિ મલ્હોત્રા લગ્ન બાદ સ્મૃતિ ઝુબેન ઈરાની બની હતી.

પુરુષોની સરનેમનું ચલણ
પુરુષોનાં નામ અને સરનેમનાં પણ ઘણાં પ્રકારના વલણો છે. બિહારનાં સીએમ નીતિશ કુમાર કે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ તેનો ભાગ છે. બિહારમાં રાય, સિંહા, સિંહ જેવી સરનેમનો ઉપયોગ પણ એક કરતાં વધુ જ્ઞાતિઓ કરે છે. કેટલાક નિષ્ણાતો કહે છે, કે જેપી આંદોલન દરમિયાન યુપી અને બિહારમાં આવા નામો રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આની પાછળનો હેતુ જાતિવાદી ભેદભાવને નાબૂદ કરવાનો હતો. જો કે, લગભગ 50 વર્ષ પછી પણ આનો અંત આવ્યો નથી.

મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં પણ નામ અને સરનેમ વચ્ચે પિતા કે પતિનાં નામનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ જોવા મળે છે. સચિન રમેશ તેંડુલકરની જેમ. કેટલીક જગ્યાએ સરનેમને બદલે ગામ, જિલ્લા કે નગરના નામનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ પણ જોવા મળે છે. જેમ કે અદાર પૂનાવાલા, શહજાદ પૂનાવાલા, પેરિસ હિલ્ટન, બ્રુકલિન બેકહામ, ઓમ પ્રકાશ ચૌટાલા. દેશ અને દુનિયામાં પણ આવા નામોનો ટ્રેન્ડ છે જેમાં સરનેમ તે સમયનાં પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલી છે. જેમ કે માર્ક ટેલર, માર્ક બુચર.