તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The More Organized The Desk, The More Fun It Will Be To Work, Learn 6 Ways To Make The Desk Smart

વર્ક ફ્રોમ હોમને સરળ બનાવો:ડેસ્ક જેટલું વ્યવસ્થિત હશે કામ કરવામાં એટલી જ મજા આવશે, ડેસ્કને સ્માર્ટ બનાવવાની 6 રીતો જાણો

મેલાની પિનોલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્લાસ વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીને કાગળ બચાવી શકાય, વેલ્ક્રો સ્ટ્રેપ્સ પણ બહુ કામની વસ્તુ છે
  • નોટ્સ બનાવવા માટે તમે મોટાં-મોટાં રજિસ્ટરને બદલે નાની નોટબુકનો ઉપયોગ કરી શકાય

ઘણા લોકોને હજીપણ કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ છે. તેઓ ઘરેથી જ ઓફિસનું કામ કરી રહ્યા છે. ઘરેથી કાર કરવામાં સૌથી વધુ તકલીફ યોગ્ય સિટીંગ અને ટેબલ માટે થાય છે. ઘણીવાર તો આપણે કેટલીક મહત્ત્પૂર્ણ વસ્તુઓ લેવા માટે માર્કેટમાં પણ જવું પડે છે કારણ કે, ઘરે આપણે આપણા ડેસ્ક પર ઓફિસ ડેસ્કની જેમ એ જરૂરી વસ્તુઓ રાખવાની ટેવ નથી હોતી. આપણે કેટલીક બાબતોની કાળજી રાખીને આ સમસ્યાઓથી બચી શકીએ છીએ.

ડેસ્ક જેટલું ઓર્ગેનાઇઝ્ડ રહે આપણને કામ કરવાની એટલી વધારે મજા આવે છે. વ્યવસ્થિત રીતે ગોઠવેલા ડેસ્ક પર કામ કરવાથી આપણને એનર્જેટિક અને ફ્રેશ અનુભવ થાય છે.

આ 6 વસ્તુઓ દ્વારા તમે હોમ ડેસ્કને બેસ્ટ બનાવી શકો છો.
1. ડેસ્ક પેડ

સૌપ્રથમ તમે ડેસ્કને મેનેજ કરવા માટે ડેસ્ક પેડનો ઉપયોગ કરી શકો. તેનાથી તમારું ડેસ્ક ગમેતેમ ફેલાયેલું નહીં લાગે. માઉસ અને ઇલેક્ટ્રિક પેન સ્લિપ પણ નહીં થાય. ટેબલનો લુક પણ સારો દેખાશે અને કામમાં તમને તાજગીનો અનુભવ થશે.

2. ગ્લાસ વ્હાઇટ બોર્ડ

આપણે સામાન્ય રીતે પેપર વર્ક કરવા માટે બહુ બધા કાગળનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કાચના એક વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીને આપણે કાગળનો બગાડ ઓછો કરી શકીએ. આ બોર્ડની પાછળ વ્હાઇટ સ્ટેન્ડ લાગેલું હોય છે જેનાથી તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

3. વેલ્ક્રો સ્ટ્રેપ્સ

ઘણીવાર ડેસ્ક પર આપણે કમ્પ્યૂટર એક્સેસરીઝના મોટા-મોટા કેબલ્સ આપણને બહુ નડતા હોય છે. પરંતુ વેલ્ક્રો સ્ટ્રેપ્સની મદદથી આપણે તેને અડજસ્ટ કરી શકીએ છીએ. તેની મદદથી આપણે કેબલને ફોલ્ડ કરીને બાંધી શકીએ છીએ અને ડેસ્કને ચોખ્ખું રાખી શકીએ છીએ.

4. હેંગિંગ ઓર્ગેનાઇઝર

જો તમારા ડેસ્ક પર નીચા ડ્રોઅર્સ હોય તો તમે હેંગિંગ ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરી શકાય. આ માર્કેટ અને ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આમાં તમે જરૂરી વસ્તુઓ મૂકીને ડેસ્કની ફરતે ગમે ત્યાં લટકાવી શકો છો.

5. નોટબુક

નોટ્સ બનાવવા માટે તમે મોટાં-મોટાં રજિસ્ટરને બદલે નાની નોટબુકનો ઉપયોગ કરી શકાય. તેનાથી તમારી નોટ્સ ઓર્ગેનાઇઝ રહેશે અને જ્યારે જોઇએ ત્યારે એક જ જગ્યાએથી મળી જશે.

6. મોબાઇલ સ્કેનર

મોબાઇલ સ્કેનર વધારે જગ્યા નથી રોકતું. આ તમારી ડેસ્ક પર વધારે જગ્યા લેનારા સ્કેનરનો સારો વિકલ્પ હોઈ શકે છે. તમે ઇચ્છો તો તેને ટેબલની નીચે પણ મૂકી શકો છો.

અન્ય સમાચારો પણ છે...