• Home
  • Utility
  • The message that new communication rules will be implemented in the country tomorrow is incorrect, the government disputes the rumor.

ફેક્ટ ચેક / દેશમાં નવા કમ્યુનિકેશનના નિયમો આવતીકાલથી લાગુ કરવામાં આવશે તે મેસેજ ખોટો છે, સરકારે અફવાનું ખંડન કર્યું

The message that new communication rules will be implemented in the country tomorrow is incorrect, the government disputes the rumor.
X
The message that new communication rules will be implemented in the country tomorrow is incorrect, the government disputes the rumor.

  • શું વાયરલ:  એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. 
  • તેમાં લખ્યું છે કે સરકાર દ્વારા તમામ કોલ, મેસેજ, વ્હોટ્સએપ, ફેસબુક પર નજર રાખવામાં આવી રહી છે.
  • સાચું શું છે: PIB પુષ્ટિ કરી છે કે, વાયરલ મેસેજ ફેક છે. આ પ્રકારના ફેક મેસેજથી દૂર રહો.

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 09:13 PM IST

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'આવતીકાલથી દેશમાં નવા કમ્યુનિકેશનના નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. તમામ કોલ રેકોર્ડિંગ સેવ છે. વ્હોટ્સએપ પર નજર રાખવામાં આવે છે. ટ્વિટર પર નજર રાખવામાં આવે છે. ફેસબુક પર નજર રાખવામાં આવે છે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવે છે'. ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર આ મેસેજને શેર કરી રહ્યા છે. કેટલાક વ્હોટ્સએપ ગ્રુપમાં પણ તેને શેર કરવામાં આવી રહ્યો છે અને લોકોમાં ભય ફેલાય રહ્યો છે.

શું છે હકીકત

  • અમારી તપાસમાં વાયરલ દાવા નકલી હોવાનું બહાર આવ્યું છે. 
  • સર્ચિંગ દરમિયાન પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ મળી. 
  • PIBએ સ્પસ્ટ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા આવી કોઈ વાત કહેવામાં આવી નથી. આ પ્રકારના મેસેજથી દૂર રહેવું. જો કે, દરેકને ફેક ન્યૂઝ શેર ન કરવાની સલાહ આપવામાં આવે છે. 
  • વ્હોટ્સએપમાં એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન એટલે કે તમે જે વ્યક્તિની સાથે ચેટ કરી રહ્યા છે, તે જ તમારો મેસેજ વાંચી શકે છે, બીજું કોઈ તેને વાંચી શકે નહીં. વ્હોટ્સએપ પણ તમારી વચ્ચેના મેસેજને વાંચી શકશે નહીં. તેમાં જ્યાં સુધી તમે સ્ક્રીનશોર્ટ શેર નથી કરતા ત્યાં સુધી તમારી ચેટ સંપૂર્ણ રીતે સિક્રેટ રહે છે
  • ફેસબુક મેસેન્જરમાં એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન હોતું નથી, પરંતુ તેમાં સિક્રેટ કૉન્વર્સેશનનું ફીચર હોય છે, જે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. 
  • તેવી જ રીતે ટ્વિટરમાં ડાયરેક્ટ મોકલવામાં આવતા મેસેજમાં એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન નથી હોતું. 2018માં આવેલ ટેક ક્રંચના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ટ્વિટર પણ ફેસબુકની જેમ સિક્રેટ કૉન્વર્સેશનને લાવવા અંગે વિચારણા કરી રહ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી