• Home
  • Utility
  • The lost mobile can be tracked, the government is preparing the IMEI database

રાહત / ખોવાયેલો મોબાઇલ ટ્રેક કરી શકાશે, સરકાર IMEI ડેટાબેઝ તૈયાર કરી રહી છે

The lost mobile can be tracked, the government is preparing the IMEI database

Divyabhaskar.com

Jun 21, 2019, 01:04 PM IST

યુટિલિટી ડેસ્કઃ ટેલિકોમ્યુનિકેશન્સ મંત્રાલયે મોબાઇલ ચોરીને અંકુશમાં લાવવા અને ચોરાયેલા મોબાઇલ્સ પકડવા માટે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પ્રોજેક્ટ શરૂ કરવાની વાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ, દેશમાં સંચાલિત તમામ મોબાઇલ ફોનના ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) નંબર્સનો એક ડેટાબેઝ બનાવવામાં આવશે. તેની મદદથી ચોરી થયેલા મોબાઇલનો IMEI નંબરને તરત બ્લેકલિસ્ટેડ કરવામાં આવશે. IMEI નંબર એ દરેક મોબાઇલ ડિવાઇસની ખાસ ઓળખ હોય છે. આ પ્રોજેક્ટનાં અમલીકરણ પછી આગામી અઠવાડિયામાં ફોન ખોવાઈ ગયા પછી ગ્રાહકો તેમનો સ્માર્ટફોન વધુ સારી રીતે ટ્રેક કરી શકશે.


IMEI નંબર શું હોય છે?

  • ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી એટલે કે IMEI નંબર એક યૂનિક આઈડેન્ટિફિકેશન નંબર હોય છે. આ નંબર 15 આંકડાનો હોય છે અને તે મોબાઇલનો ઓળખ નંબર કહેવાય છે.
  • જો કોઈ મોબાઇલ સિંગલ સિમ હોય તો તેમાં એક IMEI નંબર હોય છે. જ્યારે ડબલ સિમ મોબાઇલ ફોનમાં બે IMEI નંબર હોય છે.
  • જેટલા સિમનો મોબાઇલ હોય તેના એટલા જ IMEI નંબર હોય છે. આ એક એવો યૂનિક નંબર હોય છે જે સમગ્ર વિશ્વમાં ફક્ત એક જ મોબાઇલને આપવામાં આવે છે.

IMEI નંબર કેમ મહત્ત્વપૂર્ણ છે?

  • IMEI નંબર એ મોબાઇલનો યૂનિક નંબર હોય છે. આ નંબરની મદદથી મોબાઇલની ચોક્કસ સ્થિતિ વિશે જાણી શકાય છે.
  • મોબાઇલ ફોન ખોવાઈ કે ચોરાઈ જાય તો આ 15 આંકડાના IMEI નંબરથી ફોનનું લોકેશન જાણી શકાય છે.
  • પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ IMEI નંબરની મદદથી જ ચોરી થયેલા મોબાઈલની શોધ કરે છે.
  • જો ચોરી કરનાર વ્યક્તિએ મોબાઇલ ડિએક્ટિવેટ પણ કરી દીધો હોય તો પણ આ IMEI નંબર સક્રિય રહે છે અને મોબાઇલનું લોકેશન જાણી શકાય છે.
  • જ્યારે પણ આપણે નવો મોબાઇલ ફોન ખરીદીએ છીએ તો ફોનનાં બોક્સ અને બિલ પર IMEI નંબર લેખેલો હોય છે.
  • જો તમારા મોબાઇલનું બોક્સ અથવા બિલ ખોવાઈ ગયું હોય તો ગભરાશો નહીં. તમે તમારા મોબાઇલમાં *#06# ડાયલ કરીને તમારો IMEI નંબર શોધી શકો છો.
X
The lost mobile can be tracked, the government is preparing the IMEI database
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી