તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • The Last Date For Change In Exam City Has Been Extended, Now The Candidates Will Be Able To Change The Exam City By 26 November, The Exam Will Be Done In 135 Cities On 31 January

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSE CTET 2020:એક્ઝામ સિટીમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ લંબાઈ, હવે 26 નવેમ્બર સુધી પરીક્ષા શહેર બદલી શકશે ઉમેદવારો; 31 જાન્યુઆરીએ 135 શહેરોમાં પરીક્ષા યોજાશે

6 મહિનો પહેલા
 • કૉપી લિંક

CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ CTET (સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) 2020 માટે કરેક્શન વિન્ડો બંધ કરવાની છેલ્લી તારીખ વધારી છે. હવે ઉમેદવારો 26 નવેમ્બર સુધી પરીક્ષાના શહેરોમાં ફેરફાર કરી શકશે. આ પહેલાં એક્ઝામ સિટી બદલવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર હતી.

31 જાન્યુઆરીએ પરીક્ષા યોજાશે
કોરોનાને લીધે સ્થગિત થયેલી CTETનું આયોજન આગામી 31 જાન્યુઆરીએ કરવામાં આવશે. તો પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. આ કારણે જ કેટલાક ઉમેદવારોએ બોર્ડને પરીક્ષા શહેર બદલવા માટે કરેક્શન વિન્ડો ઓપન કરવા નિવેદન કર્યું હતું.

પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધી
કોરોનાકાળમાં આયોજીત થઈ રહેલી પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે CBSEએ એ શહેરોની સંખ્યા વધારવા માટે નિર્ણય કર્યો છે, જ્યાં પહેલાં પરીક્ષા આયોજીત કરવામાં આવી નહોતી. અગાઉ પરીક્ષાનું આયોજન 112 શહેરોમાં કરવામાં આવ્યું હતું, હવે તે 135 શહેરોમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો