કામની વાત:EPF અકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તક, નહીં કરાવવા પર પૈસા અટકી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે હજી સુધી EPF અકાઉન્ટને આધાર સાથે લિંક નથી કર્યું તો આજે જ કરાવી લો. EPFOએ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો અંતર્ગત EPF અકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ 31 ઓગસ્ટ સુધી પોતાના અકાઉન્ટને આધાર સાથે લિંક નહીં કરાવે તો તેના અકાઉન્ટમાં પૈસા નહીં આવે. અમે તમને જણાવી રહ્યા છીએ કેવી રીતે તમે EPF અકાઉન્ટને આધાર સાથે લિંક કરી શકો છો.

આ રહી તેની પ્રોસેસ

  • સૌથી પહેલા તમારે EPF પોર્ટલ epfindia.gov.in પર જવું.
  • UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને અકાઉન્ટને લોગ-ઈન કરો.
  • "Manage” સેક્શનમાં KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • જે પેજ ઓપન થાય છે ત્યાં તમે તમારા EPF અકાઉન્ટની સાથે સંબંધિત ઘણા ડોક્યુમેન્ટ્સ જોઈ શકો છો.
  • આધાર વિકલ્પને પસંદ કરો અને તમારો આધાર નંબર અને આધાર કાર્ડ પર નોંધાયેલા નામને ટાઈપ કરીને સેવ પર ક્લિક કરો.
  • તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી સુરક્ષિત થઈ જશે, તમારું આધાર UIDAIના ડેટાની સાથે વેરિફાઈ કરવામાં આવશે.
  • તમારા KYC દસ્તાવેજ સાચા હોવા પર તમારું આધાર તમારા EPF અકાઉન્ટ સાથે લિંક થઈ જશે અને તમને તમારી આધાર જાણકારીની સામે “Verify” લખેલું મળશે.

લિંક નહીં કરો તો પૈસા અટકી શકે છે
જો તમે 1 સપ્ટેમ્બર પહેલા EPFO અને આધાર નંબરને લિંક નહીં કરો તો તમારા ખાતામાં કંપનીની તરફથી આવતું કોન્ટ્રિબ્યુશન અટકાવી દેવામાં આવશે. તે ઉપરાંત તેનાથી તમને EPF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં પણ સમસ્યા થઈ શકે છે. જો EPF અકાઉન્ટ હોલ્ડરનું અકાઉન્ટ આધાર સાથે લિંક્ડ નથી તો તેઓ EPFOની સર્વિસિનો ઉપયોગ નહીં કરી શકે.

EPF અકાઉન્ટમાં કર્મચારી અને એમ્પ્લોયર બંને પૈસા નાખે છે
EPFO એક્ટના અંતર્ગત કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DAનું 12% EPF અકાઉન્ટમાં જાય છે. તેમજ એમ્પ્લોયર (કંપની) પણ કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DAના 12% કોન્ટ્રિબ્યુટ કરે છે. કંપનીના 12% કોન્ટ્રિબ્યુશનમાંથી 3.67% કર્મચારીના PF અકાઉન્ટમાં જાય છે અને બાકીના 8.33% કર્મચારી પેન્શન સ્કિમમાં જાય છે. EPF અકાઉન્ટ પર વાર્ષિક 8.50% વ્યાજ મળી રહ્યું છે.