• Gujarati News
  • Utility
  • The Last Chance To Apply For The Common Management Test Today Is From February 22

CMAT 2021:કોમન મેનેજમેન્ટ ટેસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, 22 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (CMAT) માટે અરજી કરવાની આજે છેલ્લી તક છે. પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો શનિવાર સુધીમાં અરજીની પ્રક્રિયા સમાપ્ત થાય તે પહેલાં આ પરીક્ષા માટે ઓફિશિયલ વેબસાઇટ cmat.nta.nic.in પર જઇને અરજી કરી શકે છે. અગાઉ, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી, જે પછી એજન્સી દ્વારા વધારીને 30 જાન્યુઆરી કરવામાં આવી હતી.

22 ફેબ્રુઆરીથી પરીક્ષા લેવામાં આવશે
એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા રિવાઇઝ્ડ શિડ્યૂલ મુજબ, હવે ઉમેદવારો 31 જાન્યુઆરી સુધીમાં એપ્લિકેશન ફી સબમિટ કરી શકશે. જ્યારે એપ્લિકેશનમાં સુધારો કરવા માટે કરેક્શન વિંડો 1 અને 2 ફેબ્રુઆરીએ ખુલશે. જો કે, પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. CMAT 2021 22થી 27 ફેબ્રુઆરી દરમિયાન જ લેવામાં આવશે.

અપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો

મેનેજમેન્ટ કોર્સિસમાં એડમિશન માટે આ પરીક્ષા લેવાય છે
કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ એક કમ્પ્યૂટર બેઝ્ડ ઓનલાઇન એક્ઝામ છે, જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. નેશનલ લેવલની આ પરીક્ષા દ્વારા મેનેજમેન્ટ કોર્સિસમાં એડમિશન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...