• Home
  • Utility
  • The JEE Advanced 2020 exam will be held on Sunday 23rd August, 3 months later this year than last year

જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ / 23 ઓગસ્ટના રોજ રવિવારે JEE એડવાન્સ્ડ 2020ની પરીક્ષા યોજાશે, ગયા વર્ષ કરતાં આ વર્ષે પરીક્ષા 3 મહિના મોડી

The JEE Advanced 2020 exam will be held on Sunday 23rd August, 3 months later this year than last year
X
The JEE Advanced 2020 exam will be held on Sunday 23rd August, 3 months later this year than last year

  • 18થી 23 જુલાઈ JEE MAINS માટે એડમિટ કાર્ડ પરીક્ષાથી 14 દિવસ પહેલા જાહેર થશે
  • વર્ષ 2019માં JEE એડવાન્સ્ડ 27 મેના રોજ થઈ હતી અને તેમાં 1.73 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા
  • PM રિસર્ચ ફેલોશિપ (PMRF)માં ગેટ એક્ઝામ સ્કોર 750થી ઘટીને 650 થયો

દિવ્ય ભાસ્કર

May 08, 2020, 03:11 PM IST

દિલ્હી. દેશભરમાં લોકડાઉનને કારણે અટકેલી એન્ટ્રન્સ એક્ઝામમાં એન્જિનિયરિંગ માટે યોજાનારી જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ JEE એડવાન્સ્ડની નવી તારીખો જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરીયે ટ્વીટ કર્યું છે કે, JEE એડવાન્સ્ડ 23 ઓગસ્ટ રવિવારે યોજાશે.

આ પ્રવેશ પરીક્ષા અગાઉ 17 મેના રોજ લેવાની હતી. પરંતુ કોરોના વાઇરસ લોકડાઉનને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. JEE MAINSને JEE એડવાન્સ્ડ પરીક્ષા માટે આવશ્યક લાયકાત માનવામાં આવે છે, જેના દ્વારા IITમાં પ્રવેશ મળે છે. 2020 માટે JEE MAIN એક્ઝામ નેશનલ ટેસ્ટિંગ એજન્સ અને એડવાન્સ્ડ એક્ઝામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી દ્વારા લેવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન પોખારિયાલે પોતાના મેસેજમાં લખ્યું કે, બધા વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે JEE Advanced પરીક્ષા 23 ઓગસ્ટ 2020ના રોજ યોજાશે. હું આશા રાખું છું કે દરેક જણ આનંદ સાથે વાંચી રહ્યા હશે અને જાહેર કરેલી તારીખો અનુસાર તૈયારી કરશે.

પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ માટે ગેટનો સ્કોર ઘટ્યો

દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધન ગુણવત્તા સુધારવા માટે કેન્દ્રીય પ્રધાન પોખરિયાલે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશીપ (PMRF) યોજનામાં પણ ઘણા સુધારાની જાહેરાત કરી છે. પોખરિયાલે આ માટે પ્રવેશ પરીક્ષાનો ગેટ સ્કોર ઓછો કરવાની પણ જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે ગેટનો સ્કોર 750થી ઘટાડીને 650 કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે જરૂરી ગેટ સ્કોર ઓછામાં ઓછા 8 અથવા સમકક્ષ CGPA ઉપરાંત 750થી ઘટાડીને 650 કરવામાં આવ્યો છે. ત્યારબાદ, આ સુધારાઓ IISC, IIT, NIT, IISER,IEEST અને કેન્દ્રિય ભંડોળવાળી IIIT પર લાગુ થશે.

JEE MAINS 18થી 23 જુલાઇની વચ્ચે

પોખરિયાલે દેશભરના વિદ્યાર્થીઓ સાથે વેબિનાર દ્વારા JEE MAINS અને NEET પરીક્ષાની તારીખોની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, JEE MAINS 18 થી 23 જુલાઇ, મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET) 26 જુલાઇએ યોજાશે. JEE MAINS માટે પ્રવેશ કાર્ડ પરીક્ષાના 14 દિવસ પહેલાં જ આપવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી