તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Institute Has Postponed The CA Exam To Be Held In June, Now The Exam Will Be Taken On July 24; The Correction Window Will Open From June 9

ICAI CA 2021:ઈન્સ્ટિટ્યૂટે જૂનમાં યોજાનારી CAની પરીક્ષા સ્થગિત કરી, હવે 24 જુલાઈના રોજ એક્ઝામ લેવામાં આવશે; 9 જૂનથી કરેક્શન વિન્ડો ઓપન થશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ દેશમાં કોરોનાનાં કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CA ફાઉન્ડેશન પરીક્ષાને સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા 24, 26 અને 30 જૂનના રોજ યોજાવાની હતી. ICAIની તરફથી મળતી જાણકારી અનુસાર, હવે આ પરીક્ષા 24 જુલાઈ 2021થી શરૂ થશે. પરીક્ષાનું સંપૂર્ણ શિડ્યુઅલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

9 જૂનથી ઓપન થશે કરેક્શન વિન્ડો
પરીક્ષા સ્થગિત થવાની સાથે ઈન્સ્ટિટ્યૂટ પરીક્ષાનું શહેર બદલા માટે ઓનલાઈન વિન્ડોને ઓપન કરશે. પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો 9 જૂન (સવારે 10 વાગે)થી 11 જૂન સુધી icaiexam.icai.org દ્વારા એક્ઝામ સિટીમાં ફેરફાર કરી શકે છે. CA ફાઉન્ડેશન કોર્સ માટે એપ્લિકેશન પ્રોસેસ 20 એપ્રિલથી શરૂ થઈ હતી.

ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યા હતા
ઈન્સ્ટિટ્યૂટના આ નિર્ણયથી તે તમામ વિદ્યાર્થીઓને રાહત મળી છે, જે સોશિયલ મીડિયા પર પરીક્ષા સ્થગિત કરવાની માગ કરી રહ્યા છે. આ અગાઉ દેશમાં કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખતા CBSE સહિત ઘણા રાજ્યોએ 10મા-12માની પરીક્ષા રદ કરી દીધી છે. તે સિવાય ઘણી એન્ટ્રસ એક્ઝામ પણ સ્થગિત કરવામાં આવી છે, જેની તારીખોની રાહ જોવાઈ રહી છે.