તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Income Tax Department Will Be Recruiting For 155 Posts Including Income Tax Inspector, Apply Before 25th August.

સરકારી નોકરી:આવકવેરા વિભાગ IT ઇન્સ્પેક્ટર સહિત 155 જગ્યા પર ભરતી કરશે, 25 ઓગસ્ટ પહેલાં અપ્લાય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ - Divya Bhaskar
અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 30 વર્ષ હોવી જોઈએ
  • દર મહીને 18 હજારથી લઈને 1,42,400 રૂપિયાની સેલરી આપવામાં આવશે

ઈન્કમ ટેક્સ વિભાગની મુખ્ય ઓફિસ, મુંબઈએ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ અલગ-અલગ જગ્યા પર ભરતી માટે કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ, ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અને ટેક્સ આસિસ્ટન્ટની કુલ 155 જગ્યા પર બહ્રતી જાહેર કરી છે. આ જગ્યા પર એપ્લિકેશન પ્રોસેસ 25 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ incometaxmumbai.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ પણ અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 155

જગ્યાસંખ્યા
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ64
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર8
ટેક્સ આસિસ્ટન્ટ83

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 30 વર્ષ હોવી જોઈએ. જગ્યા પ્રમાણે ઉંમરની જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન નક્કી કરેલા સિલેક્શન ક્રાઈટેરિયાને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 18 હજારથી લઈને 1,42,400 રૂપિયાની સેલરી આપવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ incometaxmumbai.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

અન્ય સમાચારો પણ છે...