ટેક્સપેયર્સને રાહત:ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફરિયાદ દાખલ કરવા માટે 3 ઈમેલ આઈડી જાહેર કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્કમ ટેક્સ (IT) ડિપાર્ટમેન્ટે ફેસલેસ અસેસમેન્ટ સ્કિમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા માટે ટેક્સપેયર્સ માટે ત્રણ સત્તાવાર ઈ-મેલ આઈડી જાહેર કર્યા છે. આ સ્કિમ અંતર્ગત ટેક્સપેયર્સને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કોઈપણ અધિકારીને મળવાની જરૂર નહીં પડે.

IT ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સને સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે, ટેક્સપેયર્સ સર્વિસને વધુ સારી બનાવવા માટે ડિપાર્ટમેન્ટે પેન્ડિંગ કેસ સંબંધિત ફરિયાદ દાખલ કરવા માટે ફેસલેસ સ્કિમ અંતર્ગત ઈ-મેલ આઈડી બનાવ્યું છે. ડિપાર્ટમેન્ટે આગળ જણાવ્યું કે, તેનાથી ટેક્સપેયર્સ ત્રણ વિવિધ ઈ-મેલ આઈડી દ્વારા ફરિયાદ કરી શકે છે.

તેમાં ટેક્સપેયર્સ અને ટેક્સ અધિકારીઓ સામ-સામે નથી હોતા
ફેસલેસ અસેસમેન્ટ સ્કિમ એટલે કે ઈ-અસેસમેન્ટ અંતર્ગત ટેક્સપેયર્સ અને ટેક્સ અધિકારી સામ-સામે નથી હોતા. તેનાથી ટેક્સપેયર્સને કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવવાનું સરળ થઈ જશે. તે ઉપરાંત તેમની સમસ્યા પણ સરળતાથી હલ થઈ જશે. આ સ્કિમ કેન્દ્ર સરકાર દ્વારા 2019માં શરૂ કરવામાં આવી હતી.

આ 3 ઈ-મેલ આઈડી જાહેર કર્યા

  • ફેસલેસ મૂલ્યાંકન સ્કિમ માટે તમે Samadhan.faceless.assessment@incometax.gov.inનો ઉપયોગ કરી શકો છો.
  • ફેસલેસ પેનલ્ટી માટે samadhan.faceless.penalty@incometax.gov.inનો ઉપયોગ કરી શકો છો.
  • ફેસલેસ અરજી માટે samadhan.faceless.appeal@incomeકી માં મેઈલ કરી શકો છો.