તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • The Income Tax Department Issued Refunds Of Rs 1.32 Lakh Crore To More Than 39.75 Lakh Taxpayers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્સનલ ફાઈનાન્સ:આવકવેરા વિભાગે 39.75 લાખથી વધારે કરદાતાઓને 1.32 લાખ કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યું

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 39.75 લાખથી વધારે ટેક્સપેયર્સને 35,123 કરોડ રૂપિયાના પર્સનલ ઈન્કમ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યું
 • 1.93 લાખથી વધારે ટેક્સપેયર્સને 97,677 કરોડ રૂપિયાનું કંપની ટેક્સ રિફંડ આપવામાં આવ્યું

આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 એપ્રિલથી 10 નવેમ્બર સુધી 39.75 લાખથી વધારે ટેક્સપેયર્સને 1.32 લાખ કરોડ કરતા વધારે રિફંડ જારી કર્યું છે. આ દરમિયાન પર્સનલ ઈન્કમ ટેક્સ રિફંડ (PIT) રિફંડ 35,123 કરોડ રૂપિયા અને 97,677 કરોડ રૂપિયાનું કોર્પોરેટ કર રિફંડ જારી કરવામાં આવ્યું છે.

CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ)ના જણાવ્યા પ્રમાણે, સંસ્થાએ 39.75થી વધારે ટેક્સપેયર્સને આ નાણાકીય વર્ષમાં 10 નવેમ્બર સુધી 1,32,800 કરોડ રૂપિયાથી વધારે રિફંડ જારી કર્યા છે. આ દરમિયાન 37,81,599 ટેક્સપેયર્સને 35, 123 કરોડ રૂપિયાનું પર્સનલ ઈન્કમ ટેક્સ રિફંડ (PIT) અને 1,93,813 ટેક્સપેયર્સને 97,677 કરોડ રૂપિયાના કંપની ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યા છે.

આ રીતે તમે ટેક્સ રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો

 • કરદાતાઓએ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html વેબસાઈટ પર જવું
 • રિફંડ સ્ટેટસ જાણવા માટે અહીં માગેલી તમામ વિગતો ભરવી પડશે- તેમાં PAN અને જે વર્ષનું રિફંડ બાકી તે સબમિટ કરો
 • હવે નીચે આપેલો કેપ્ચા કોડ સબમિટ કરો.
 • ત્યારબાદ Proceed પર ક્લિક કરતા જ સ્ટેટસ જોવા મળશે.
 • આ સિવાય ઈન્કમ ટેક્સ પોર્ટલ પર ઈન્કમ ટેક્સ અકાઉન્ટમાં લોગ ઈન કરીને પણ તે જાણી શકાય છે.
 • લોગ ઈન કર્યા બાદ માય અકાઉન્ટ્સ>રિફંડ/ડિમાન્ડ સ્ટેટસ પર ક્લિક કરો.
 • ત્યારબાદ જે અસેસમેન્ટ વર્ષનું રિફંડ સ્ટેટ્સ ચેક કરવાનું છે તે સબમિટ કરો.

કયા લોકોને રિફંડ જારી કરવામાં આવે છે
ઈન્કમ ટેક્સ રિફંડ એવા લોકોને જારી કરવામાં આવે છે, જેમની આવક પર ટેક્સ કટ થાય છે, પરંતુ તેમની આવક ઈન્કમ ટેક્સમાં બેઝિક એગ્જેમ્પશન લિમિટની અંદર હોય. આવી સ્થિતિમાં બાદમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ ઈન્વેસ્ટમેન્ટ બતાવ્યા પછી તેમને તેમની કટ કરેલી રકમ પરત કરવામાં આવે છે. આખા વર્ષની કમાણી, ઈન્વેસ્ટમેન્ટ અને તેના પર કટ કરવામાં આવેલા ટેક્સના કેલ્યુકેશનના આધારે આયવકવેરા વિભાગની તરફથી રિફંડ જારી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો