તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • The Income Tax Department Has Issued Refunds Of Rs 1.23 Lakh Crore So Far In The Current Financial Year, Benefiting 38.11 Lakh Taxpayers.

પર્સનલ ફાઈનાન્સ:ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1.23 લાખ કરોડ રૂપિયાના રિફંડ જારી કર્યા, 38.11 લાખ કરદાતાઓને લાભ મળ્યો

12 દિવસ પહેલા
  • 36.21 લાખથી વધુ પર્સનલ ઈન્કમ ટેક્સપેયર્સને 33,442 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું
  • 1.89 લાખથી વધુ કરદાતાઓને 90,032 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું

ગુરુવારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણેતેને 1 એપ્રિલથી 15 ઓક્ટોબરથી વચ્ચે 38.11 લાખથી વધુ કરદાતાઓને 1.23 લાખ કરોડ રૂપિયાથી વધારે રિફંડ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, તેમાંથી 33,442 કરોડ રૂપિયાનું રિફંડ પર્સનલ ઈન્કમ ટેક્સ રિફંડ તરીકે 36.21 લાખ કરદાતાઓને આપવામાં આવ્યું છે. તેમજ 1.89 લાખથી વધુ કરદતાઓને 90,032 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.

કોર્પોરેટ ટેક્સ રિફંડ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના જણાવ્યા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષમાં 38.11 લાખથી વધુ કરદાતાઓને 15 ઓક્ટોબર સુધી 1,23,474 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ આપવામાં આવ્યું. બોર્ડના જણાવ્યા પ્રમાણે, 36,21,317 કિસ્સામાં 33,442 કરોડ રૂપિયાનું આવકવેરા રિફંડ આપવામાં આવ્યું છે. તેમજ 1,89,916 કિસ્સામાં 90, 032 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.

29 સપ્ટેમ્બર સુધી 33 લાખથી વધુ લોકોને રિફંડ આપવામાં આવ્યું હતું
અગાઉ 29 સપ્ટેમ્બર સુધીમાં 33 લાખથી વધુ કરદાતાઓને 1.18 લાખ કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન 31.75 લાખ ટેક્સપેયર્સને 32,230 કરોડ રૂપિયાનું પર્સનલ ઈન્કમ ટેક્સ રિફંડ (PIT) અને 1.74 લાખ ટેક્સપેયર્સને 86,094 કરોડ રૂપિયા કંપની ટેક્સ રિફંડ આપવામાં આવ્યું હતું. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપથી ઈન્કમ ટેક્સ રિફંડ પરત કરવાનું કામ ચાલી રહ્યું છે.

નાણાકીય વર્ષ 2018-19 માટે 30 નવેમ્બર સુધી ITR ફાઇલ કરી શકાય છે
કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત આપતા નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની મુદત વધારીને 30 નવેમ્બર સુધી કરવામાં આવી. અગાઉ તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. અગાઉ આવકવેરા વિભાગે કરદાતાઓને મોટી રાહત આપતા નાણાકીય વર્ષ 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની તારીખ લંબાવી હતી. ટેક્સપેયર્સ 30 નવેમ્બર 2020 સુધી ITR ફાઈલ કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો