• Gujarati News
  • Utility
  • The IFSC Code Of Syndicate Bank Branches Will Be Changed From July 1, This Is How To Know The New Code Of Your Branch

કામના સમાચાર:1 જુલાઈથી સિન્ડિકેટ બેંકની શાખાઓનો IFSC કોડ બદલાઈ જશે, આ રીતે જાણો તમારી બ્રાંચનો નવો કોડ

4 મહિનો પહેલા

કેનેરા બેંકે શુક્રવારે જણાવ્યું કે, સિન્ડિકેટ બેંકની તમામ શાખાઓનો IFSC કોડ 1 જુલાઈ 2021થી બદલાઈ જશે. આ ફેરફાર બાદ સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને NEFT/RTGS/IMPS દ્વારા ફંડ સ્વીકારવા માટે કેનેરા બેંકનો નવો IFSC કોડ ઉપયોગ કરવો પડશે.

આ રીતે જાણો તમારી બેંકનો નવો કોડ

  • કેનેરા બેંકના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકો URL canarabank.com/IFSC.html દ્વારા નવો IFSC કોડ જાણી શકે છે.
  • કેનેરા બેંકની વેબસાઈટ દ્વારા પણ ગ્રાહકો પોતાની બેંક શાખાનો નવો IFSC કોડ જાણી શકે છે.
  • ગ્રાહકો પોતાની બેંક શાખામાં જઈને પણ IFSC કોડની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને નવી ચેકબુક મળશે
કેનેરા બેંકના જણાવ્યા પ્રમાણે, જૂની સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને નવી ચેકબુક મળશે. આ ચેકબુક પર નવો IFSC અને MICR કોડ હશે. કેનેરા બેંકના જણાવ્યા પ્રમાણે, સિન્ડિકેટ બેંકનો સ્વિફ્ટ કોડ (SYNBINBBXXX) પણ 1 જુલાઈ 2021થી બદલાઈ જશે. ત્યારબાદ તમામ ગ્રાહકો ફોરેન એક્સચેન્જ માટે નવો સ્વિફ્ટ કોડ (CNRBINBBFD) ઉપયોગ કરી શકે છે. ​​​​​​​

1 એપ્રિલ 2020ના રોજ સિન્ડિકેટ-કેનેરા બેંકનું મર્જર થયું
નાણામંત્રીએ 2019માં સિન્ડિકેટ બેંકનું કેનેરા બેંકમાં મર્જર કરવાની જાહેરાત કરી હતી. આ મર્જર 1 એપ્રિલ 2020થી અમલમાં આવ્યું છે. આ મર્જર બાદ કેનેરા બેંક દેશની ચોથી સૌથી મોટી સરકારી બેંક બની ગઈ છે.

4032 શાખાઓમાં કેનેરા બેંકનું મર્જર થયું
મર્જરના સમયે કેનેરા બેંકનો કુલ બિઝનેસ 10.43 લાખ કરોડ રૂપિયા અને સિન્ડિકેટ બેંકનો કુલ બિઝનેસ 4.77 લાખ કરોડ રૂપિયા હતો. જ્યારે કર્મચારીઓની સંખ્યા ક્રમશઃ 58,350 અને 31,535 હતી. મર્જરના સમયે સિન્ડિકેટ બેંકની આખા દેશમાં 4032 શાખાઓ હતી, જેનું કેનેરા બેંકમાં મર્જર થયું છે.

આ બેંકોનું પણ મર્જર થઈ ગયું છે

  • ઈન્ડિયન બેંકનું અલ્હાબાદ બેંકમાં.
  • પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંકનું.
  • આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની સાથે.