• Gujarati News
 • Utility
 • The Habit Of Wearing A Mask Will Have To Be Repeated, If You Don't Use Sanitizer, You Will Go Straight To The Hospital

હોળી બાદ વધ્યા H3N2 વાઇરસના કેસ:માસ્ક પહેરવાની આદત ફરીથી પાડવી પડશે, જો સૅનેટાઇઝરનો ઉપયોગ નહીં કરો તો સીધા હોસ્પિટલ પહોંચી જશો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમગ્ર ભારતમાં કોરોના બાદ H3N2ના કેસમાં ધરખમ વધારો થયો છે. ICMRના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા મહિનામાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે, પરંતુ H3N2ના કેસને કારણે ચિંતા વધી છે. 15 ડિસેમ્બર બાદ આ કેસમાં વધારો થયો છે. ICMRએ એ પણ જણાવ્યું છે કે, એક્યુરેટ રેસ્પેરિટરી ઇન્ફેક્શન (SARI)થી પીડાતા અડધાથી વધુ લોકોને H3N2 વાઇરસ મળ્યો છે. હાલમાં જ ધુળેટીનો તહેવાર ધામધૂમથી ઊજવ્યો છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને પહેલેથી જ અસ્થમા અને હૃદયના દર્દીઓ છે, તો આજે કામના સમાચારમાં જાણીશું કે H3N2 વાઈરસ થવાનું જોખમ છે અને તેનાથી બચવા માટે શું ઉપાય કરી શકાય...

આજના અમારા એક્સપર્ટ છે રાજીવ ગુપ્તા, વરિષ્ઠ સલાહકાર, ઇન્ટર્નલ મેડિસિન, સી. કે. બિરલા હોસ્પિટલ, દિલ્હી અને મેક્સ હેલ્થકેર અને વરિષ્ઠ ડાયરેક્ટર, ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ટર્નલ મેડિસિનના ડો. સંદીપ બુધિરાજા.

સવાલ : H3N2 વાઇરસ શું છે?
જવાબ : H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસ છે જેને ઈન્ફલ્યુએન્ઝા એ વાઈરસ પણ કહેવામાં આવે છે. આ એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે જે દર વર્ષે રોગોનું કારણ બને છે. ઈન્ફ્લ્યુએન્ઝા એ વાઈરસનો પેટા પ્રકાર છે જે 1968માં શોધવામાં આવ્યો હતો.

સવાલ : H3N2 વાઇરસમાં તાવ કેટલા દિવસ સુધી રહે છે?
જવાબ : ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ((IMA)નું માનવું છે કે ઇન્ફેક્શનનાં લક્ષણો પાંચથી સાત દિવસ સુધી ચાલુ રહી શકે છે. H3N2થી તાવ ત્રણ દિવસ સુધી રહે છે. પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે છે.

સવાલ : શું લક્ષણો જોઈને ખબર પડે છે કે, H3N2 ઈન્ફ્લ્યુએન્ઝા છે?
જવાબ : ના, લક્ષણો જોઈને કન્ફર્મ ન કહી શકાય. બ્લડ સેમ્પલ અને બીજા ટેસ્ટ કર્યા બાદ જ ખબર પડે છે કે, H3N2 કે પછી બીજી કોઈ બીમારી છે.

સવાલ : ક્યારે ખબર પડે છે કે, મામલો ગંભીર છે અને દર્દીને હોસ્પિટલ લઇ જવાની જરૂર છે?
જવાબ : મોટાભાગના કિસ્સાઓમાં ઈન્ફ્લ્યુએન્ઝા માત્ર મેડિકલ કેર અને કાઉન્ટર દવા પર જ મટાડવામાં આવે છે. માથાનો દુખાવો અને તાવની દવા મેડિકલમાંથી લેવામાં કોઈ નુકસાન નથી. તે જ સમયે, જો તમે ડૉક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ ખાઓ છો, તો જોખમ અનેકગણું વધી જાય છે. કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ પણ બની શકે છે. પરંતુ દર્દીને જોયા પછી અને તેની યોગ્ય તપાસ કર્યા પછી પણ જાણ કરી શકાય છે.

જો આ લક્ષણો જોવા મળે તો તુરંત જ હોસ્પિટલમાં દાખલ થઇ જાઓ

 • શ્વાસ લેવામાં તકલીફ
 • ઓક્સિજન લેવલ 93ની નીચે હોય
 • છાતી અને પેટમાં દુખાવો
 • ઊલટી
 • દર્દી મૂંઝવણમાં રહે ત્યારે
 • દર્દીનાં લક્ષણોમાં સુધારો થયા પછી, તાવ અને ઉધરસ ફરી થાય ત્યારે

આ લોકોએ શરદી-ઉધરસને હળવાશમાં ન લેવું, H3N2નું જોખમ હોઈ શકે

 • વૃદ્ધ
 • અસ્થમાના દર્દીઓ
 • હૃદય રોગ અથવા સંબંધિત સમસ્યા
 • કિડની સમસ્યા દર્દીઓ
 • સગર્ભા સ્ત્રી
 • જે લોકો ડાયાલિસિસથી પીડાઈ રહ્યા છે.

સવાલ : જે રીતે આપણે કોરોના સમયમાં માસ્ક પહેરી રહ્યા હતા તેવી જ રીતે માસ્ક પહેરવાની જરૂર છે?
જવાબ : જ્યારે ઋતુ બદલાય છે ત્યારે આશંકા વધી જાય છે. આપણે બધાએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે, ભીડભાડ વળી જગ્યાએ ફરી રહ્યા છીએ. તો લોકોએ હોળીમાં શોપિંગ પણ માસ્ક વગર કર્યું છે, આ કિસ્સામાં, જેઓ પહેલેથી જ બીમાર છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેઓ ચોક્કસપણે બીમાર થશે. હવે તેઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. માસ્ક વગર બહાર ન જાવ. જેઓ સ્વસ્થ છે તેઓ પણ માસ્ક વિના ઘરની બહાર જતા નથી.

સવાલ : તહેવારમાં લોકો પ્રિકોર્શન નથી લઇ રહ્યાં, તો તહેવાર બાદ H3N2 કેસમાં કેટલો વધારો થયો છે?
જવાબ : તહેવારમાં લોકોમાં લાપરવાહી વધી જાય છે, ભારતીયો સાંસ્કૃતિક મૂલ્યોની સામે રોગને અવગણે છે. લોકો હોળી રમવા માટે સોસાયટી, ક્લબ, હોટલમાં જાય છે, પાર્ટીઓ કરે છે. આ કિસ્સામાં H3N2ના કેસમાં વધારો થશે.

હાલ કેસ વધી રહ્યા છે, આજથી પ્રિકોર્શન લો અને સામાન્ય વાતનું ધ્યાન રાખો...

કોઈ પણ લક્ષણ જોવા મળે તો નજરઅંદાજ ન કરો. ફ્લૂ શોર્ટ્સ અમેરિકામાં લેવાનું વલણ છે. તે આપણા દેશમાં પણ ઉપલબ્ધ છે, પરંતુ માહિતીના અભાવે આપણે તે લેતા નથી. તેને તરત જ લો. ખાસ કરીને જો તમારા ઘરમાં વૃદ્ધો અને બાળકો હોય તો તેને ઉગારો. તમે કરેલી ભૂલનું પુનરાવર્તન કરશો નહીં, એટલે કે, ભીડવાળી જગ્યાએ માસ્ક વિના ન જાઓ અને પાર્ટી વગેરેથી દૂર રહો.

H3N2 વાઇરસથી બચવા માટે આ 6 ઉપાય કરો

 • સાબુથી હાથ નિયમિત ધોવા.
 • સેનિટાઇઝરને સાથે જ રાખવું અને ઉપયોગ પણ કરવો.
 • બીમાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાનું ટાળો.
 • જો તમે છીંક અથવા ઉધરસ ખાઇ રહ્યા છો, તો તમારા મોંને ઢાંકી દો કારણ કે વાઇરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે.
 • ઘણી વાર આંખો અને ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો.
 • જો તમે ભીડવાળી જગ્યાએ જઈ રહ્યા છો, તો માસ્ક પહેરવાનું ભૂલશો નહીં.

સવાલ : H3N2 વાઇરસનો ઈલાજ શું છે?
જવાબ :

 • તમે તમારી જાતને હાઇડ્રેટેડ રાખો, પ્રવાહી પીતા રહો.
 • જો તમને તાવ, ઉધરસ અથવા માથાનો દુખાવો હોય તો તરત જ ડૉક્ટરને મળો.
 • ઈન્ફ્લ્યુએન્ઝા વાઇરસ ટાળવા માટે ફ્લૂના શોટ લો.
 • જો તમને તાવ, શરદી અને ઉધરસ હોય તો મેડિકલમાંથી એન્ટિબાયોટિક્સ ન લો, ડોક્ટરની સલાહ મુજબ લો.
 • ઘરની બહાર માસ્ક પહેરો ને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.