તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત સોમવારે એટલે કે 4 મે 2020ના રોજ પ્રધાનમંત્રી જનધાન યોજના (PMJDY)ના મહિલા ખાતાધારકોના અકાઉન્ટમાં 500-500 રૂપિયાના બીજા હપ્તા જમા કરવામાં આવશે. આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર જનધન ખાતાના છેલ્લા નંબર પ્રમાણે કરવામાં આવે છે. પૈસા 5 દિવસમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી સામાજિક અંતર માર્ગદર્શિકાનું પાલન કરવામાં મદદ મળશે. એપ્રિલ મહિનામાં 20.5 કરોડ મહિલા જનધાન ખાતામાં 500-500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું
સરકારે લોકડાઉનને 17 મે સુધી લંબાવી દીધું છે. જો કે, આ દરમિયાન સમગ્ર દેશમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. કોવિડ-19 સંકટ દરમિયાન ગરીબ લોકોની મદદ માટે નાણામંત્રીએ 26 માર્ચે જાહેરાત કરી હતી કે મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં એપ્રિલથી 3 મહિના સુધી દર મહિને 500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
શું છે ટાઈમ ટેબલ
જનધન લાભાર્થી મહિલાઓને તેમના અકાઉન્ટ નંબરના આધારે પૈસા ઉપાડવાની છૂટ છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે ખાતાધારકોના અકાઉન્ટ નંબર 0 અથવા 1 પર સમાપ્ત થાય છે, તેમના અકાઉન્ટમાં 4મેના રોજ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.
PM गरीब कल्याण पैकेज के तहत PMJDY के महिला खाता धारकों को Rs.500 की मई माह की किश्त बैंकों में भेजी जा रही है। पैसे पूरी तरह सुरक्षित हैं, बैंकों में भीड़ से बचने के लिए नीचे वाले समय सारणी अनुसार ब्रांच, CSP, बैंक मित्रों से रक़म लें। स्वस्थ रहे, सुरक्षित रहें। @FinMinIndia pic.twitter.com/OFsUwJwHIo
— Debasish Panda (@DebasishPanda87) May 2, 2020
આ દિવસે જમા થશે નાણા
કેવી રીતે ઉપાડી શકો છો પૈસા ?
સરકારના જણાવ્યા પ્રમાણે, તમે તમારા વિસ્તારમાં આવેલા ATM મશીન, નજીકના બેંક મિત્ર, CSPs વગેરેમાંથી પૈસા લઈ શકો છો અને બને ત્યાં સુધી બેંકમાં જવાનું ટાળવું. ભારત સરકારની સૂચના મુજબ આ લોકડાઉન દરમિયાન ATMનો ઉપયોગ સંપૂર્ણપણે મફત છે
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.