તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Government Will Pay A Cancellation Charge If You Cannot Travel After Booking A Ticket Due To A Lockdown.

LTC એલાઉન્સને લઈને રાહત:જે કેન્દ્રીય કર્મચારીઓ લોકડાઉનના કારણે ટિકિટ બુકિંગ બાદ મુસાફરી નથી કરી શક્યા તેમના કેન્સલેશન ચાર્જની ચૂકવણી સરકાર કરશે

8 મહિનો પહેલા
  • આ છૂટ 24 માર્ચથી 31 મે 2020ની વચ્ચે મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી ટિકિટ માટે આપવામાં આવી છે
  • સરકારની યોજનાનો લાભ માત્ર એક વખત જ લઈ શકાશે

જે કેન્દ્રીય કર્મચારીઓએ લીવ ટ્રાવેલ કન્સેશન (LTC)નો ફાયદો ઉઠાવવા માટે ફ્લાઈટની ટિકિટ અથવા ટ્રેનની ટિકિટ એડવાન્સમાં બુક કરી હતી, પરંતુ લોકડાઉનના કારણે તેઓ મુસાફરી કરી શક્યા નહોતા. તેમને સરકારે મોટી રાહત આપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના અનુસાર, જે કર્મચારીઓએ લોકડાઉન દરમિયાન LTC માટે મુસાફરીની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ બાદમાં ટ્રેન અથવા ફ્લાઈટ કેન્સલ થવાને કારણે તેમને ટિકિટ કેન્સલ કરવી પડી અને તેમને કેન્સલેશન ચાર્જ કટ કરવામાં આવ્યો છે, તેમના કેન્સલેશન ચાર્જની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે.

આ છૂટ 24 માર્ચ 2020થી 31 મે 2020 વચ્ચે મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી ટિકિટ માટે આપવામાં આવી છે. સરકારની યોજનાનો લાભ માત્ર એક જ વખત લઈ શકાશે. જો કોઈ કર્મચારીએ બાદમાં મુસાફરી કરી અને બુકિંગની તારીખમાં ફેરફાર માટે તેમને કોઈ વધારાનો ચાર્જ આપવો પડે છે તો સરકાર તેના પૈસા પણ આપશે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના અનુસાર, કોરોના મહામારીને કારણે 24 માર્ચથી 31 મે 2020 સુધી લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણી એરલાયન્સના મુસાફરોએ કન્ફર્મ ટિકિટ કેન્સલ કરી હતી. જે કેન્દ્રીય કર્મચારીઓએ ટિકિટ બુક કરાવી હતી અને પછી તેમની ટિકિટ કેન્સલ થઈ ગઈ તેમને એરલાયન્સની તરફથી રિફંડ પણ નથી મળ્યું. મોટાભાગની એરલાઈન્સે આ અમાઉન્ટને પોતાના ક્રેડિટ સેલમાં ઉમેરી દીધી. જેનો ઉપયોગ મુસાફર એક વર્ષ દરમિયાન પોતાની આગામી મુસાફરી દરમિયાન કરી શકે છે. તે કર્મચારીઓ પર ડબલ માર જેવું છે, કેમ કે જો મુસાફરી નથી કરવામાં આવી તો LTC એડવાન્સની સાથે વ્યાજ પણ આપવું પડે છે. તે ઉપરાંત ટિકિટ કેન્સલ કરાવવા પર ભારે ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

28 ફેબ્રુઆરી સુધી વ્યાજ નહીં આપવું પડે
જો કે, હવે જે કર્મચારીઓએ LTC એડવાન્સ લઈને લોકડાઉનની ટિકિટ બુક કરાવી હતી અને ટિકિટના પૈસા એરલાયન્સે ક્રેડિટ સેલમાં નાખી દીધા છે તેમને એડવાન્સ પાછા કરવા અથવા તેનો ઉપયોગ કરવા માટે 28 ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. સાથે એડવાન્સ પાછા કરવામાં વિલંબ માટે કોઈ દંડ અથવા વ્યાજ પણ આપવું નહીં પડે.

કેન્સલેશન ચાર્જ પર મળશે વન ટાઈમ રિમ્બર્સમેન્ટ જે કર્મચારીઓને LTC માટે કેન્સલેશન ચાર્જની ચૂકવણી કરવી પડી છે, તેમને કેન્સલેશન ચાર્જિસનું રિમ્બર્સમેન્ટ મળશે. હકીકતમાં કર્મચારીઓની માગ હતી કે એરલાઈન ટિકિટ કેન્સલ થવાથી તેમને વધારે કેન્સલેશન ચાર્જ આપવો પડી રહ્યો છે. તેથી તેમને કેન્સલેશન ચાર્જને લઈને વન ટાઈમ રિમ્બર્સેન્ટ આપવામાં આવશે. જેને સરકારે સ્વીકારી લીધી છે.

ઓક્ટોબરમાં LTC કેશ વાઉચર સ્કીમની જાહેરાત કરી હતી
કોરોનાના કારણે વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં લોકો મુસાફરી નથી કરી શક્યા. તેથી સરકારે ખાસ LTC કેશ વાઉચર સ્કીમની જાહેરાત કરી હતી. તેના અંતર્ગત 12 ઓક્ટોબર 2020થી 31 માર્ચ 2021 સુધી કોઈ વસ્તુ અથવા સર્વિસ ખરીદી કરવા પર લોકો LTCનો લાભ ઉઠાવી શકે છે. શરત એટલી છે કે વસ્તુ પર ઓછામાં ઓછો 12% GST આપવામાં આવ્યો હોય અને પેમેન્ટ ડિજિટલ રીતે થયું હોય. વ્યક્તિ દીઠ LTC ફેરની મર્યાદા 36,000 રૂપિયા છે. પરંતુ તેને લેવા માટે કર્મચારીએ ત્રણ ગણી રકમ ખર્ચ કરવી પડશે. આ સ્કીમને નવા નાણાકીય વર્ષમાં પણ ચાલુ રાખી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...