જો તમે હવાઈ મુસાફરી કરો છો તો તમારે હવે વધારે ભાડું ચૂકવવું પડશે. સિવિલ એવિએશન મંત્રાલયના નિર્ણયને કારણે આવું થયું છે. મંત્રાલયે હવે ઓછામાં ઓછું ભાડું અને મહત્તમ ભાડાની મર્યાદામાં વધારો કર્યો છે. તેનાથી ફ્લાઈટ ઉડાવતી કંપનીઓ ભાડું વધારી શકે છે.
મે 2020માં ભાડાની મર્યાદા નક્કી થઈ હતી
હકીકતમાં, ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ મે મહિનામાં સરકારે હવાઈ ભાડાની એક મર્યાદા નક્કી કરી હતી. આવું એટલા માટે કેમ કે, ત્યારે ઓછી સંખ્યામાં ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી. તેનાથી કંપનીઓ વધારે પૈસા ટિકિટ માટે વસૂલી રહી હતી. હવે જ્યારે લોકડાઉન નથી અને હવાઈ મુસાફરોની સંખ્યા પણ વધી રહી છે, ત્યારે સરકારે આ મર્યાદા વધારી દીધી છે.
લઘુતમ ભાડામાં 9.83% નો વધારો કરવાનો નિર્ણય કર્યો
સરકારે ઓછામાં ઓછું 9.83% ભાડું વધારવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મહત્તમ ભાડામાં 12.82%નો વધારો કરવામાં આવ્યો છે. એવિએશન મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે એક ઓર્ડર જાહેર કરીને તેની જાણકારી આપી છે. લોઅર કેપ એટલે કે સરકાર દ્વારા લાદવામાં આવેલી લઘુતમ ભાડા મર્યાદાનો હેતુ કંપનીઓને મદદ કરવાનો હતો. જ્યારે મહત્તમ ભાડાની મર્યાદાનો હેતુ મુસાફરોની મદદ કરવાનો હતો.
40 મિનિટની મુસાફરી માટે 2,900 રૂપિયા ચૂકવવા પડશે
મંત્રાલયના ઓર્ડરના અનુસાર, 40 મિનિટની મુસાફરી માટે હવે ભાડું 2,900 રૂપિયા ઓછામાં ઓછું હશે. પહેલા તે 2,600 રૂપિયા હતું. આ સમય માટે વધુમાં વધું ભાડું હવે 8,800 રૂપિયા હશે. જ્યારે અગાઉ તે 7,700 રૂપિયા હતું. આવી જ રીતે 40-60 મિનિટવાળી ફ્લાઈટ માટે ઓછામાં ઓછું ભાડું 3,700 રૂપિયા હશે. અગાઉ તે 3,300 રૂપિયા હતું. તેનું વધુમાં વધુ ભાડું 11,000 રૂપિયા હશે. જે અગાઉ 9,500 રૂપિયા હતું.
એકથી દોઢ કલાકની મુસાફરી માટે 4,500 રૂપિયા ચૂકવવા પડશે
એકથી દોઢ કલાકની ફ્લાઈટનું ઓછામાં ઓછું ભાડું હવે 4,500 રૂપિયા હશે. તેમાં 12.5%નો વધારો કરવામાં આવ્યો છે. તેનું વધુમાં વધુ ભાડુ 13,200 રૂપિયા હશે. તેમાં પણ 12.82%નો વધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે દોઢ કલાક એટલે કે 90-120 મિનિટની ફ્લાઈટનું ઓછામાં ઓછું ભાડું 4,700 રૂપિયાની જગ્યાએ 5,300 રૂપિયા અને 120-150 મિનિટની ફ્લાઈટનું ન્યૂનતમ ભાડું 6,100ની જગ્યાએ 6,700 રૂપિયા હશે. 150થી 180 મિનિટની મુસાફરીનું ન્યૂનતમ ભાડું 7,400ની જગ્યાએ 8,300 રૂપિયા અને 180થી 210 મિનિટવાળી ફ્લાઈટનું ઓછામાં ઓછું ભાડું 6,700 રૂપિયાની જગ્યાએ 9,800 રૂપિયા હશે.
120-150 મિનિટ માટે 6,700 રૂપિયા ચૂકવવા પડશે
120-150 મિનિટવાળી ફ્લાઈટનું ઓછામાં ઓછું ભાડું 6,700 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ તમામ અંતરની ફ્લાઈટના મહત્તમ ભાડાની મર્યાદામાં 12.3ની જગ્યાએ 12.39%નો વધારો કરવામાં આવ્યો છે. તેમાં એ પણ છે કે આ ભાડામાં પેસેન્જર સિક્યોરિટી ફી, એરપોર્ટ યુઝર ડેવલપમેન્ટ ફી અને GST સામેલ નથી. એટલે કુલ મૂળ ભાડાને બાદ કરતાં તમારે વધું પૈસા મુસાફરી માટે ચૂકવવા પડશે.
ભોપાલથી દિલ્હી માટે વધારે ભાડું આપવું પડશે
ભોપાલથી દિલ્હી જવામાં 1.25 કલાકનો સમય લાગે છે. એટલે કે તમારે 4,500 રૂપિયાથી 13,200 રૂપિયા સુધી આપવા પડી શકે છે. ભોપાલથી મુંબઈ 1.30 કલાક લાગે છે. તેના માટે આ ભાડું લાગુ થશે. ઈન્દોરથી મુંબઈની મુસાફરી 1.15 કલાકમાં પૂરી થાય છે. તેના માટે પણ આ ભાડું લાગુ થશે. જ્યારે જયપુરથી દિલ્હીની મુસાફરી 40 મિનિટમાં પૂરી થઈ જાય છે. તેના માટે 2,900 રૂપિયા ઓછામાં ઓછા ચૂકવવા પડશે.
ઓગસ્ટમાં મુસાફરોની સંખ્યા વધી ગઈ છે
જુલાઈના છેલ્લા સપ્તાહની તુલનામાં ઓગસ્ટના પહેલા સપ્તાહમાં દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા 36% વધી ગઈ છે. વધારાનું મુખ્ય કારણ આર્થિક ગતિવિધિઓમાં વૃદ્ધિ અને ઓછું ભાડું છે. ઘણી એરલાઈન્સ ઓછા ભાવે એડવાન્સ ટિકિટ બુકિંગ કરી રહી છે. અન્ય દેશોમાં પણ રિકવરી જોવા મળી રહી છે. ઓછામાં ઓછા 5,300 રૂપિયા તમારે આપવા પડશે. જ્યારે જયપુરથી દિલ્હીની મુસાફરી 40 મિનિટમાં પૂરી થઈ જાય છે. તેના માટે 2,900 રૂપિયા ઓછામાં ઓછા ચૂકવવા પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.