તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Government Is Preparing To Change The National Pension System, Soon Investors Will Be Able To Withdraw All Their Money Together.

કામના સમાચાર:સરકાર નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે, ટૂંક સમયમાં રોકાણકારો તેમના બધા પૈસા એકસાથે ઉપાડી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે. આ ફેરફાર NPSને વધુ આકર્ષક બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર અંતર્ગત ટેક્સમાં વધારે છૂટ, વીમા એજેન્ટ્સનો રસ વધારવા અને સ્કિમને મોંઘવારી સાથે જોડવા સહિત ઘણા ફેરફારની તૈયારી PFRDA કરી રહ્યું છે.

પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના ચેરમેન સુપ્રતિમ બંદોપાધ્યાયે જાણકારી આપી છે કે, NPSમાં ઘણા પ્રકારના ફેરફાર કરવા માટે સરકાર સાથે વાતચીત કરવામાં આવી રહી છે. NPSને વધુ સારી બનાવવા માટે કેટલાક ઉપાયોની શરૂઆત પણ થઈ ગઈ છે. જ્યારે કેટલાક ઉપાયો અંગે સરકાર વિચારી રહી છે.

હવે મળશે વધારે ફાયદા
NPSમાં ફેરફાર અંતર્ગત રોકાણકારો હવે તેમના ફંડને સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP)માં મૂકી શકશે જેનાથી તેમનો ફાયદો વધશે. અત્યારના સમયમાં રોકાણકારો તેમના ફંડના માત્ર 60% રિટાયર્મેન્ટના સમયે ઉપાડી શકે છે, જ્યારે બાકીની રકમમાંથી એન્યુટી ખરીદવાની હોય છે. ત્યારબાદ તે પૈસા પર તેઓ આખી જીંદગી આવક મેળવતા રહે છે.

ધારો કે, તમારા NPSમાં 5 લાખ રૂપિયા છે તો હવે નવા ફેરફાર અંતર્ગત તમે તમારા બધા પૈસા એકસાથે ઉપાડી શકશો. સરકાર આ પ્રકારના ફેરફાર પર વિચાર કરી રહી છે, જેથી જરૂર પડવા પર કોઈપણ રોકાણકાર પોતાના બધા પૈસા એક વખતમાં ઉપાડી શકે. આગામી દિવસોમાં તેનાથી સંબંધિત નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. અત્યારે આ સિસ્ટમ અંતર્ગત રોકાણકારોને માત્ર 5% રિટર્ન મળે છે, જેના કારણે રોકાણકારો તેમાં વધારે રસ દાખવતા નથી.

ઓછા રિટર્નના કારણે લોકો રસ લેતા નથી
બંદોપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, આ ઘટતા વ્યાજ દરના સમયમાં એન્યુટીથી રોકાણકારોને વાર્ષિક 5% જ રિટર્ન મળી રહ્યું છે. આ કારણે જ રોકાણકારો NPSમાં રસ લેતા નથી. આ જ કારણ છે કે PFRDA હવે એન્યુટીમાંથી મળતા રિટર્નને મોંઘવારી સાથે જોડીને ફિક્સ કરવાની વાત પર વિચાર કરી રહ્યું છે. તેના માટે તેઓ વીમા નિયમનકાર IRDAI સાથે વાત કરવા જઈ રહ્યા છે. આ મામલે અત્યારે એક સમિતિ વિચાર કરી રહી છે.

ટેક્સ છૂટની લિમિટ વધી શકે છે
તે સિવાય PFRDAએ સરકારને સૂચન આપ્યું છે કે, NPSમાં રોકાણ કરીને ટેક્સ બચત કરવામાં આવતી રકમની મર્યાદાને વર્તમાન 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવે. જો આ મર્યાદા બમણી થઈ જાય છે તો રોકાણકારોને ટેક્સની બચતમાં ઘણો લાભ મળશે.

પેન્શનની રકમ ટેક્સ ફ્રી કરવા પર વિચાર
બંદોપાધ્યાય મુજબ, સરકારને સૂચન આપવામાં આવી રહ્યું છે કે, NPS અંતર્ગત એન્યુટીમાં રોકાણની મદદથી મળતી પેન્શનની રકમને એક નિશ્ચિત મર્યાદા સુધી ટેક્સ ફ્રી કરવામાં આવે. તે વાર્ષિક 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. તેને કાં તો ટેક્સ ફ્રી કરવામાં આવે અથવા તેના પર નજીવો ટેક્સ વસૂલવામાં આવે.