• Home
  • Utility
  • Utility News
  • The government is offering the chance to buy cheaper gold, gold bonds to be purchased by September 13th

રોકાણ / સરકાર સસ્તું સોનુ ખરીદવાની તક આપી રહી છે, 13 સપ્ટેમ્બર સુધી ખરીદી શકાશે ગોલ્ડ બોન્ડ

The government is offering the chance to buy cheaper gold, gold bonds to be purchased by September 13th

  • આ સ્કીમ અંતર્ગત ઓનલાઇન અરજી કરવાથી પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો ફાયદો મળશે
  • સરકાર દ્વારા આ સ્કીમની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી
  • સોનાની વધતી કિંમત સાથે RBI તમને વ્યાજ આપે છે

Divyabhaskar.com

Sep 09, 2019, 07:15 PM IST

યુટિલિટી ડેસ્કઃ સોવરેન (sovereign)ગોલ્ડ બોન્ડ સ્કીમ 2019-20નું ચોથું ચરણ 9 સપ્ટેમ્બરથી શરૂ થયું છે, જે 13 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ સ્કીમ અંતર્ગત ઓનલાઇન અરજી કરવાથી પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો ફાયદો મળશે. સરકાર દ્વારા આ સ્કીમની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી.

આ સ્કીમ અંતર્ગત બોન્ડનું વેચાણ એક ગ્રામ અથવા તેના ગુણકોને આધારે કરવામાં આવે છે. એટલે કે આ સ્કીમ હેઠળ વ્યક્તિ 1 નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછું 1 ગ્રામ અને સૌથી વધારે 500 ગ્રામના ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય છે. સરકારી નિયમ અનુસાર આ સ્કીમમાં એક વ્યક્તિ અથવા અવિભાજિત હિન્દૂ પરિવારને વધારેમાં વધારે 4 કિલો અને ટ્રસ્ટ અથવા અન્ય એંટિટિને 20 કિલોગ્રામની માત્રામાં ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે.

શું છે સ્કીમ?
આ સ્કીમમાં RBI ગોલ્ડ બોન્ડ જાહેર કરે છે. આ બોન્ડ વિવિધ બેંક અને પોસ્ટ ઓફિસમાં સોનાના 1 ગામના ભાવથી વેચવામાં આવે છે. ત્યારબાદ આ બોન્ડને સોનાના ભાવથી લિંક કરવામાં આવે છે અને રોકાણકાર બોન્ડની રકમની રોકડમાં ચૂકવણી કરે છે.

આ સ્કીમ હેઠળ તમે ભૌતિક રીતે સોનુ નથી ખરીદી શકતા પરંતુ, તમારા પૈસાથી RBI સોનાની કિંમત જેટલા જ રૂપિયાનું સર્ટિફિકેટ આપે છે. તેનો ફાયદો એ થાય છે કે, સોનાની વધતી કિંમત સાથે RBI તમને વ્યાજ આપે છે.

X
The government is offering the chance to buy cheaper gold, gold bonds to be purchased by September 13th
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી