• Home
  • Utility
  • The government has launched a new website for e pass, which will be available to people in 17 states in 5 languages

લોકડાઉન / ઈ-પાસ માટે સરકારે નવી વેબસાઈટ લોન્ચ કરી, 17 રાજ્યોના લોકોને 5 ભાષાઓમાં સુવિધા મળશે

X

  • આ વેબસાઈટ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, આસામી અને મલયાલમમાં ઉપલબ્ધ છે.
  • અહીં તમે ઇ-પાસ માટે અપ્લાય કરવાની સાથે તમારી એપ્લિકેશનને ટ્રેક પણ કરી શકશો

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 05:35 PM IST

દેશમાં કોરોનાવાઈરસના સંક્રમણને અટકાવા માટે લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે. એક શહેરથી બીજા શહેરમાં જવા માટે લોકોને ઇ-પાસ લેવો પડે છે. સરકારે ટ્રાવેલ માટે મૂવમેન્ટ પાસ અપ્લાય કરવા માટે નવી વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ પર અત્યારે 17 રાજ્યો માટે ઈ-પાસ અપ્લાય કરવાની સુવિધા છે. જેઓ કોઈ કારણસર એક રાજ્યથી બીજા રાજ્યમાં મુસાફરી કરવા માંગતા હોય તેઓ નવી સરકારી વેબસાઈટ પર અપ્લાય કરી શકે છે. 

વિવિધ કેટેગરીમાં કરી શકાય છે અપ્લાય
આ વેબસાઈટથી ન માત્ર ઈ-પાસ માટે અપ્લાય કરી શકાય છે પરંતુ ઈ-પાસ એપ્લિકેશનનું સ્ટેટસ પણ જાણી શકાય છે. વેબસાઈટ પર આપવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, ઈ-પાસ ચોક્કસ ટ્રાવેલ કેટગરી અંતર્ગત અપ્લાય કરવાનો રહેશે. તેમાં વિદ્યાર્થીઓ, જરૂર સર્વિસ પ્રોવાઈડર, ટૂરિસ્ટ, યાત્રાળુઓ, ઈમર્જન્સી/મેડિકલ ટ્રાવેલ અને લગ્ન સામેલ છે. તમામ જાણકારીની સાથે તમારે મુસાફરીના કારણો માટે પુરાવો પણ આપવો પડશે.

પાસ તૈયાર કરવાની પ્રોસેસ?

  • સૌથી પહેલાં http://serviceonline.gov.in/epass/ વેબસાઈટ પર જવું
  • આ વેબસાઈટ, હિન્દી, અંગ્રેજી, તેલુગુ, આસામી અને મલયાલમમાં ઉપલબ્ધ છે
  • વેબસાઈટ ઓપન થશે એટલે બે ઓપ્શન આવશે- ઈ-પાસ માટે અપ્લાય કરો, તમારી એપ્લિકેશનને ટ્રેક કરો
  • એક બીજી લિંક આવશે, તેના પર ક્લિક કરીને તમારે રાજ્યના ઈ-પાસ પેજ પર જવાનું રહેશે
  • મોબાઈલ નંબર રજિસ્ટર કરાવાનો રહેશે, OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા તેનું વેરિફેકશન થશે. ત્યારબાદ એક ફોર્મ ઓપન થશે. જેમાં કેટલાક સવાલો હશે. 
  • નામ, સરનામું, કયા કામથી જવાનું છે, ક્યાં જવાનું છે. તે તમામ માહિતી ભરવાની રહેશે. કેટલાક જરૂરી દસ્તાવેજ પણ જમા કરાવા પડશે
  • તમામ માહિતી ભર્યા બાદ જ્યારે તમે ફોર્મ જમા કરશો, ત્યારે વેબસાઈટ સાથે સંકળાયેલ અધિકારી તમારી અરજી જોશે
  • તેના આધાર પર નક્કી થશે કે તમને પાસ આપવો કે નહીં. ઈ-પાસ બન્યા પછી તમને ફોન પર મેસેજ આવશે
  • મુસાફરી દરમિયાન ઈ-પાસની એક સોફ્ટ/હાર્ડ કોપી રાખો. તેની જરૂર પડી શકે છે. 
  • તે ઉપરાંત તમારી એપ્લિકેશન કયા સ્ટેજ પર છે તે જાણવા માટે, વેબસાઇટ પર એક 'ટ્રેક એપ્લિકેશન' નો ઓપ્શન પણ છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી