નાણામંત્રી નિર્મલા સીતારમણે આધાર KYC આધારિત ઇન્સ્ટન્ટ ઇ-પાન નંબર આપવાની સુવિધા રજૂ કરી છે. નાણામંત્રીએ ચાલુ નાણાકીય વર્ષના સામાન્ય બજેટમાં આ સુવિધાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત અરજદારે આધાર માટે નોંધાયેલા મોબાઇલ નંબર સાથે અરજી કરવાની રહેશે અને વેરિફિકેશન પછી તરત જ એક ઇ-પાન નંબર આપવામાં આવશે. આ સુવિધા મફત અને સંપૂર્ણ પેપરલેસ છે.
12 ફેબ્રુઆરીએ બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર આ સુવિધાનું બીટા વર્ઝન ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 25 મે સુધી 6,77,680 ઇ-પાન આપવામાં આવ્યા હતા. આના માધ્યમથી ઇ-પાન ફક્ત 10 મિનિટમાં જ આપી દેવામાં આવે છે. આવકવેરા વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ 5૦.5૨ કરોડ પાન ફાળવવામાં આવ્યા છે. તેમાંથી 49.39 કરોડ પાન વ્યક્તિગત રૂપે જારી કરવામાં આવ્યા છે. તેમજ, ફક્ત 32.17 કરોડ પાન આધાર સાથે લિંક થઈ શક્યા છે.
પાન માટે અપ્લાય કરવાની પ્રોસેસ
પાન માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અરજદારે તેનો માન્ય આધાર નંબર આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર આપવાનો રહેશે. ત્યારબાદ અરજદારના આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી વેબસાઇટમાં નાખવાનો રહેશે. આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થવા પર 15 ડિજિટનો એકનોલેજમેન્ટ નંબર આપવામાંઆવશે. જો જરૂરી હોય તો અરજદાર કોઈપણ સમયે આધાર નંબરના આધારે તેની અરજીની માહિતી ચકાસી શકે છે. ફાળવણી પછી ઇ-પાન ડાઉનલોડ કરી શકાય છે. આ ઉપરાંત, અરજદારના આધાર સાથે રજિસ્ટર્ડ ઇ-મેલ પર ઇ-પાન પણ મોકલવામાં આવશે.
ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક નવું પગલું
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાંઆવ્યું છે કે, ઇન્સટન્ટ પાનની શરૂઆત ડિપાર્ટમેન્ટનો ડિજિટલ ઇન્ડિયા તરફનું બીજું પગલું છે. ડિજિટલ ઇન્ડિયા દ્વારા વિભાગીય કરદાતાઓનું પાલન સરળતા રહેશે. ડિપાર્ટમેન્ટે કરદાતાઓ માટે અનેક પ્રકારની સેવાઓ ઓનલાઇન કરી છે, જેમાં આવકવેરા ઇ-ફાઇલિંગનો પણ સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.