તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • The Government Has Issued New Rules For Two wheeler Drivers, Making It Mandatory To Install Hand Hold And Sari Guards In Luxury Bikes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમ:ટૂ-વ્હીલર ચાલકો માટે સરકારે નવા નિયમો બહાર પાડ્યા, લક્ઝરી બાઇકમાં હેન્ડ હોલ્ડ અને સાડી ગાર્ડ લગાવવા ફરજિયાત

દિલ્હી9 મહિનો પહેલા

કેન્દ્ર સરકારે રોડ સેફ્ટી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. કેટલાક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ મંત્રાલયે ટૂ-વ્હીલર માટેની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાઇકની બંને બાજુ ડ્રાઇવરની સીટ પાછળ હેન્ડ હોલ્ડ ફરજિયાત બનશે. તેનો હેતુ પાછળ બેઠેલા લોકોનું રક્ષણ કરવાનો છે. અત્યાર સુધી મોટાભાગની લક્ઝરી બાઇક્સમાં આ સુવિધા નથી હોતી. આ ઉપરાંત, બાઇકની પાછળ બેસનારાઓ માટે બંને બાજુ ફૂટરેસ્ટ મૂકવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે.

  • આ સિવાય બાઇકના પાછળના વ્હીલની ડાબી બાજુનો ઓછામાં ઓછો અડધો ભાગ સાડી ગાર્ડ્સથી સુરક્ષિત રીતે કવર કરાયેલો હોવો જરૂરી છે. જેથી, પાછળ બેઠેલા લોકોના કપડાં પાછળના વ્હીલમાં ગુંચવાઈ જવાની સમસ્યા ઊભી ન થાય. હવે જે પણ બાઇક RTO કચેરીમાં નોંધાય તેણે આ સલામતી નિયમોનું પાલન કરવું આવશ્યક છે.
  • આ સાથે મંત્રાલયે બાઇકમાં હળવું કન્ટેનર મૂકવા માટેની ગાઇડલાઇન્સ પણ જાહેર કરી છે. આ કન્ટેનરની લંબાઈ 550mm, પહોળાઈ 510mm અને ઉંચાઈ 500mmથી વધુ ન હોવી જોઈએ.
  • જો કન્ટેનર પાછળની સીટ પર લગાવવામાં આવે તો ફક્ત ડ્રાઇવરને જ બેસવાની મંજૂરી રહેશે. એટલે કે, કોઈ અન્ય વ્યક્તિ તે બાઇક પર બેસી શકશે નહીં. સરકાર સમયાંતરે આ નિયમોમાં ફેરફાર કરતી રહેશે.
  • તાજેતરમાં જ સરકારે ટાયરને લગતી નવી ગાઇડલાઇન્સ પણ બહાર પાડી છે. આ અંતર્ગત મહત્તમ 3.5 ટન વજન ધરાવતા વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ રાખવાની સલાહ આપવામાં આવી છે.
  • આ સિસ્ટમમાં સેન્સર દ્વારા ડ્રાઇવરને વાહનના ટાયરમાં હવાની સ્થિતિ શું છે એ વિશે માહિતી મળે છે. આ સાથે મંત્રાલયે ટાયર રિપેર કીટ રાખવાની પણ ભલામણ કરી છે. આ નિયમ લાગુ થયા બાદ ગાડીમાં એક્સ્ટ્રા ટાયરની જરૂર રહેશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો